બેદરકારી:ગાંધીનગરના ખ 0 સર્કલ પર કાયદાની ઐસીતૈસી કરતા દૃશ્યો

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાર્લર ઉપર મોડી રાતે યુવાનોનાં ટોળે ટોળાં એકઠાં થતાં પોલીસે ગુનો દાખલ ,માલિક સામે કાર્યવાહી હાથ ધરી

રાજ્યમાં 11મીથી પાન પાર્લર સહિતની દુકાનો 7 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો આદેશ છે. પરંતુ સરગાસણ ખ0 સર્કલ પાસે પાન પાર્લરના માલિક દ્વારા કાયદાની ઐસીતૈસી કરીને પાર્લર ખુલ્લુ રખાયુ હતુ. તે દરમિયાન યુવાનોના ટોળા એકઠા થયેલા જોવા મળતા હતા. ત્યારે સે- 7 પોલીસે પાન પાર્લરના માલિક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામા આવ્યો હતો.

પાટનગરના ખ0 સર્કલ પાસે આવેલુ પાન પાર્લરમા રોજબરોજ અસંખ્ય લોકોની ભીડ હોય છે. મોડી રાત સુધી ખુલ્લી રાખવામા આવતી હોવાના કારણે ગાંધીનગર અને ન્યુ ગાંધીનગર વિસ્તારના મોટાભાગના લોકો ત્યા ચા પાણી અને માવા ખાવા જતા હોય છે. ત્યારે ગઇકાલ ગુરૂવારે નિયમ પ્રમાણે 6 વાગ્યા સુધી પાન પાર્લર ખુલ્લી રાખી શકાતુ હતુ. જ્યારે શુક્રવારથી સરકારના નવા નિયમ મુજબ દુકાનો ખુલ્લી રાખી શકાય છે. પરંતુ ગુરૂવારે મોડી રાત સુધી યુવાનોના ટોળા જોવા મળતા હતા.

જાણે કોરોના શહેરમાંથી ભાગી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. આ બાબતની રજૂઆત ઉચ્ચ અધિકારીઓને કરવામા આવી હતી. ત્યારબાદ ગાંધીનગર કલેક્ટરને પણ રજૂઆત કરવામા આવતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. ત્યારે પોલીસે સ્થળ ઉપર પહોંચીને યુવાનો સહિતને ભગાડી મુક્યા હતા. જેના કારણે થોડો સમય આ વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી.

જ્યારે લાલસોટ પાર્લરના માલિક સામે જાહેરનામાં ભંગનો ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.આ રીતે હવે જ્યારે સરકારે રાત્રિ કરફ્યુમાં થોડી રાહત આપી છે ત્યારે કેટલાંક લોકો તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે અને કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરતા હોવાનું બહાર આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...