વિકાસ:મિયાવાકી જંગલ પ્રથાથી વીરાતલાવડીના સરપંચે ગ્રામજનોના સાથથી ગામને હરિયાળું બનાવ્યું

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગામના વિવિધ વિસ્તારોમાં 2400 રોપાની વાવણી કરી ઉછેર કરવામા આવ્યો

ગામને હરિયાળું બનાવવા માટે વીરાતલાવડીના સરપંચે ગ્રામજનોના સહયોગથી મિયાવાકી પદ્ધતિથી મિશન ગ્રીન વિલેજ યોજનાની અમલવારી કરી હતી. ગામના સ્મશાન, તળાવની આસપાસન, ગામના મુખ્ય માર્ગોની બન્ને સાઇડ સહિતના વિસ્તારોમાં 2400 રોપાની વાવણી કરી હતી. જ્યારે ચાલુ વર્ષે વધુ 700 રોપાની વાવણી કરીને તેનો ઉછેર કરવામાં આવશે.

ગામના યુવાનોની મદદ લઇને યોજનાની અમલવારી કરી
કેન્દ્ર સરકાર દ્વારા ગામડાઓને હરીયાળા બનાવવા માટે વૃક્ષારોપણ કરવા સરપંચોને અપીલ કરવામાં આવી છે. ઉપરાંત મીયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરીને મિશન ગ્રીન વિલેજ યોજના શરૂ કરી છે. આ યોજનાની પ્રથમ અમલવારી વિરાતલાવડીના સરપંચ ચંદ્રેશભાઇ પરમારે કરી હતી. સરપંચે ગામમાં વૃક્ષારોપણ માટે કામગીરી હાથ ધરી હતી. વૃક્ષારોપણની સાથે સાથે તેના ઉછેર અને માવજત રાખવા ગામના યુવાનોની મદદ લઇને યોજનાની અમલવારી કરી હતી.

ગામના યુવાનોની આઠ ટીમો બનાવી
સરપંચે ગામના તળાવને ફરતે, સ્મશાનની આસપાસની ખુલ્લી જગ્યામાં, જાહેર માર્ગોની બન્ને સાઇડમાં, પાણીવાળા તળાવની ફરતે તેમજ ગૌચર ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણની કામગીરી 2019માં કરી હતી.  ગામના વિવિધ વિસ્તારોમાં 2400 વૃક્ષોના રોપાની વાવણી કરી હતી. ત્યારબાદ રોપાને નિયમિત પાણી આપવું, નિદાંમણ, ખાતર તેમજ ઉધઇ લાગે નહી તે માટે દવાનો છંટકાવ નિયમિત થાય તેવું આયોજન કર્યું હતું. ગામને હરીયાળું બનાવવાના સરપંચના પ્રયાસને એક વર્ષ પછી સારો પ્રતિસાદ મળતા તમામ રોપાઓ મોટા થઇ ગયા છે. ગામમાં વૃક્ષોના રોપાની વાવણી કર્યા બાદ તેને નિયમિત પાણી, ખાતર અને દવા આપવા માટે ગામના યુવાનોની આઠ ટીમો બનાવી છે. 

અન્ય સમાચારો પણ છે...