કાગળો લખવાનું બંધ કરો:સરપંચ-વેપારીને જીવતા સળગાવી દેવાની ધમકી, પોલીસને પત્ર લખનારાને ધમકાવાયા હતા

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

બરવાળા,રોજીદ,ધંધુકા સહિતના વિસ્તારમાં લઠ્ઠાકાંડના મામલે આચરાયેલી બેદરકારીને જાહેર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે કહ્યું હતું કે, રાજીદના કરિયાણાના વેપારી રાઘવજી અને સરપંચે પોલીસને સતત 4 વખત રજૂઆત કર્યા પછી પણ પગલાં ભરવામાં આવ્યા નથી. ઊલટાનું પોલીસને લેખિતમાં જાણ કરનાર કરિયાણાની દુકાનમાં તોડફોડ અ્ને વેપારી-સરપંચને જીવતા સળગાવી દેવાની ધમકી મળી હતી.

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે, સરકાર ખુલ્લેઆમ બુટલેગરોનો બચાવ કરી રહીં છે. જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, રોજીંદ ગામના સરપંચે 25 ફેબ્રુઆરીએ પીએસઆઇને એક પત્ર પાઠવ્યો હતો. બીજો પત્ર 4 માર્ચ, ત્રીજો પત્ર 9 માર્ચ અને ચોથો પત્ર કરિયાણાના વેપારી રાઘવજી લખ્યો હતો. આ પછી બુટલેગરો રાઘવજીની કરિયાણાની દુકાને જઇને તોડફોડ કરી અને કહ્યું કે, તમે અમારો અડ્ડો બંધ કરાવવા પોલીસને કાગળ લખો છો, કાગળો લખવાનું બંધ કરો નહીંતર કરિયાણાની દુકાન સાથે તમને જીવતા સળગાવી દઇશું.

અન્ય સમાચારો પણ છે...