શિક્ષણ:ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત ગૌરવ પરીક્ષા લેવામાં આવશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ પ્રમોદિકા અને પ્રવાહિકા એમ 2 પરીક્ષા સાથે આપી શકશે

ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત ગૌરવ પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા માટે રાજ્યભરમાં કુલ 725 કેન્દ્રોમાં કુલ 210550 વિદ્યાર્થીઓ અને સંસ્કૃતાનુરાગીઓ પરીક્ષા આપશે. સંસ્કૃત ગૌરવ પરીક્ષા દર વર્ષે ચાર વિભાગોમાં લેવામાં આવશે. સંસ્કૃતભારતી સમગ્ર દેશમાં અને વૈશ્વિક સ્તરે 21 દેશોમાં સંસ્કૃત સંલગ્ન વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સંસ્કૃત ભાષાના સંવર્ધન અને સંરક્ષણનું કાર્ય કરવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યભરની અપર પ્રાયમરી ધો.6થી 8ના વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓનો લગાવ વધે તે માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સંસ્કૃત ગૌરવ પરીક્ષા લેવાશે.

દર વર્ષે ચાર વિભાગમાં લેવાનાર સંસ્કૃત ગૌરવ પરીક્ષાના કેન્દ્રમાં લઘુત્તમ સંખ્યા 50ની રાખવામાં આવશે. આ પરીક્ષામાં ધોરણ-6થી લઇને કોઇપણ વિદ્યાર્થીઓ તેમજ સામાજિકો ભાગ લઇ શકશે. વિદ્યાર્થીઓ પ્રમોદિકા અને પ્રવાહિકા એમ બે પરીક્ષાઓ સાથે આપી શકાશે. પરીક્ષા માટેની ફી રૂપિયા 60 નક્કી કરાઇ છે. ઓએમઆર પદ્ધતિથી લેવાનાર પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે 40 ગુણ રહેશે. ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ તૃતીય શ્રેણી 40થી 54, દ્વિતીય શ્રેણી 55થી 69, પ્રથમ શ્રેણી 70થી 84 અને વિશેષ યોગ્યતા 85થી 100 ગુણ લાવનારને અપાશે. પરીક્ષાનું રજિસ્ટ્રેશન ઓનલાઇન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...