જાગૃત્તિ કાર્યક્રમ:સાંખ્ય ફાઉન્ડેશને એમ.એસ.એમ, ટ્રાન્સજેન્ડર અને એલજીબીટીના સમુદાયના કલ્યાણ માટેનો જાગૃત્તિ કાર્યક્રમ યોજ્યો

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો

સાંખ્ય ફાઉન્ડેશન ( સી.બી.ઓ.), ગાંધીનગર દ્વારા એમ.એસ.એમ, ટ્રાન્સજેન્ડર અને એલજીબીટી સમુદાયના કલ્યાણ માટેનો જાગૃત્તિ કાર્યક્રમ જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરીને જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, ટ્રાન્સઝેન્ડર પર્સન પ્રોટેકશન ઓફ રાઇટ્સ એક્ટ-2019ની જોગવાઇ મુજબ ટ્રાન્સઝેન્ડરના સુમદાયને તેમના અધિકાર મળી રહે તે ખૂબ જરૂરી છે. હાલમાં ગાંધીનગર જિલ્લામાં સમુદાયના વ્યક્તિઓને 11 સર્ટીફીકેટ સાથે આઇ.કાર્ડ, 10 રેશનકાર્ડ, 205 ડ્રાયરાશન કિટ મંજૂર કરવામાં આવી છે.

તેમણે રાજ્ય સરકારની સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરની રાષ્ટ્રીય પેન્શન યોજનામાં જિલ્લાના તમામ વ્યંઢળ/ કિન્નર સમુદાયના વ્યક્તિઓને વધુમાં વધુ લાભ મળે તે માટેની પણ વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે કલેક્ટર અને અન્ય મહાનુભાવોના હસ્તે 5 ટ્રાન્સઝેન્ડર વ્યક્તિઓને સર્ટીફીકેટ અને આઇ.કાર્ડ તથા 3 રેશનકાર્ડ અને 5 ડ્રાયરાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સાંખ્ય ફાઉન્ડેશનના પ્રમુખ કિરીટ માસીએ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારી નિરૂપા ગઢવી, ગાંધીનગર સિવિલ સર્જન નિયતીબેન લાખાણી, બાળ સુરક્ષા અધિકારી સંજયભાઇ પટેલ સારથી સંસ્થાના જ્યોતિબેન રાવત સહિત સમુદાયના વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...