તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:મ્યુનિ.માં સેનેટેરી ઈન્સ્પેક્ટર્સ હવે ક્લાર્કની કામગીરી કરશે

ગાંધીનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કર્મચારીઓની જવાબદારી વધતા રોષ

ગાંધીનગર મહાનગર પાલિકા પાસે હાલ સફાઈની એક મહત્વની જવાબદારી છે. જેમાં સેનેટરી ઈન્સ્પેક્ટર અને સહાયક ઈન્સ્પેક્ટરની મહત્વની કામગીરી રહેલી હોય છે. ત્યારે સેનેટેરી ઈન્સ્પેક્ટર્સને ક્લાર્કનું કામ સોંપાતા કર્મીઓમાં આક્રોશ ફેલાયો છે.

ગાંધીનગર મનપામાં હાલ 9 સેનેટરી ઈન્સ્પેક્ટર અને 15 જેટલા સહાયક સેનેટરી ઈન્સ્પેક્ટર આવેલા છે. મનપાનો વિસ્તાર વધતાં સેનેટરી શાખાની પણ જવાબદારી વધી છે. સેનેટરી-સહાયક સેનેટરી ઈન્સ્પેક્ટર્સને વિવિધ વિસ્તારની જવાબદારી સોંપાઈ છે. ત્યારે વધેલા ભારણ વચ્ચે પણ 1 સેનેટરી ઈન્સ્પેક્ટર અને 1 સહાયક ઈસ્પેક્ટરને હાલ ક્લાર્ક જેવી કામગીરી સોંપાઈ હોવાની વાત છે. જેને પગલે ફિલ્ડમાં ફરતાં અન્ય કર્મચારીઓમાં ક્યાંકને ક્યાંક છુપા રોષની લાગણી ફેલાઈ હોવાની ર્ચચા હાલ કોર્પોરેશનમાં છે.

કારણ કે ફરજિયાત રીતે કોર્પોરેશને આપેલી વોચ પહેરીને પોતાના વિસ્તારમાં ફરીને સેનેટરી ઈન્સ્પેક્ટર્સ અને સબ ઈન્સ્પેક્ટર્સને કામગીરી બતાવવી પડે છે. જેની સામે ક્લાર્ક જેવી કામગીરી કરતાં 2 કર્મીઓને ઓફીસ ટાઈમમાં વોચ વગર કામગીરીમાં આરામ હોવાની ચર્ચાઓ હાલ કોર્પોરેશનમાં ચાલી રહી છે. ​​​​​​સેનેટરી શાખામાં ઓલરેડી ક્લાર્ક સહિતનો સ્ટાફ છે અને જરૂર પડે છે હંગામી ધોરણે કોન્ટ્રાક્ટર પર પણ માણસો લેવાય તેમ છે. જેની સામે ફીલ્ડમાં જરૂરી 2 કર્મચારીઓને ઓફીસની કામગીરી બેસાડી રખાતા અનેક ચર્ચાઓ જાગી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો