તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:UKથી આવેલો પરિવાર કોરોના પોઝિટિવ, નવો સ્ટ્રેઇન છે કે નહીં તે જાણવા સેમ્પલ પુના મોકલાયા

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • 26 જાન્યુઆરીએ વતન કુડાસણ આવ્યા હતા, પરિવારને સિવિલમાં અલગ વોર્ડમાં રાખી તકેદારી રખાઇ

યુરોપીય દેશોમાં કોરોનાનો નવો સ્ટ્રેઇન દેખાઇ રહ્યો છે. ત્યારે યુકેથી વતન આવેલા પરિવારના ત્રણ સભ્યોમાં કોરોના પોઝિટિવ આવતા તેઓને સિવિલ હોસ્પિટલના અલગ વોર્ડમાં રાખીને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. પરિવારના કોરોનાનો નવો સ્ટ્રેઇન છે કે નહી તેની તપાસ માટે સેમ્પલ પુના લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. યુરોપીય દેશોમાં કોરોનાનો નવો સ્ટ્રેઇન દેખાતા લોકડાઉનની સ્થિતિ ઉભી થઇ છે.

26મીએ પરિવાર યુકેથી આવ્યો હતો
કોરોનાના નવા સ્ટ્રેઇન ઝડપી ફેલાતો હોવાથી યુરોપીય દેશોમાં હાહાકાર મચી જવા પામ્યો છે. જ્યારે ભારતમાં કોરોનાનું જોર નરમ પડી રહ્યું છે. તેમ છતાં વિદેશથી આવતા મુસાફરોનો કોરોના ટેસ્ટ કર્યા બાદ કોરન્ટાઇન રાખવા સહિતની તકેદારી રાખવામાં આવી રહી છે. ત્યારે યુકેથી એક પરિવાર ગત 26મી, જાન્યુઆરીના રોજ વતન કુડાસણ આવ્યો છે. યુકેથી આવેલા પરિવારના પતિ-પત્નિ અને બાળકને તાવ અને શરદીની બિમારી રહેતા ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવતા સિવિલ માં દાખલ કરાયા છે.

હાલ તમામને નજર હેઠળ રખાયા
જોકે યુકેથી આવેલા પરિવારમાં કોરોનાનો નવો સ્ટ્રેઇન છે કે નહી તેની ચકાસણી માટે સેમ્પલ પુના મોકલી આપ્યા છે. કોરોનાના નવા સ્ટ્રેઇનના શંકાસ્પદ ત્રણ દર્દીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડમાં દાખલ કરાયા છે. ઉપરાંત ફરજ ઉપરના તબિબ, મેડિકલ અને પેરામેડિકલ સહિતના સ્ટાફને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

પરિવારને કોઇ જ લક્ષણો નથી
કોરોનામાં સપડાયેલા યુકેથી આવેલા પરિવારમાં કોઇ જ કોરોનાના લક્ષણો જોવા મળતા નથી. પરંતુ યુકેથી આવ્યું હોવાથી કોરોનાના નવા સ્ટ્રેઇનનો રિપોર્ટ નેગેટિવ આવે ત્યાં સુધી ઓબ્જર્વર હેઠળ રાખવામાં આવશે તેમ સિવિલના સૂત્રોએ જણાવ્યું છે.

પરિવારના સંપર્કમાં આવેલી 6 વ્યક્તિને કોરન્ટાઇન કરવામાં આવી
યુકેથી આવેલા પરિવારના ત્રણ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. પરિવારના ત્રણેય સભ્યોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઉપરાંત કોરોનાના નવા સ્ટ્રેઇનના શંકાસ્પદ ત્રણેય વ્યક્તિઓ પરિવારની છ વ્યક્તિઓને મળ્યા હોવાથી તેઓને પણ કોરન્ટાઇન કરાયા છે. ઉપરાંત દિવસમાં ત્રણ ટાઇપ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પરિવારને સિવિલમાં અલગ વોર્ડમાં રાખી તકેદારી રખાઇ છે. તેમજ પોઝિટિવ આવેલ દર્દીના સેમ્પલ લઈ પુના મોકલી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો