તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ:કોરોનાથી મીઠાઇ, બિસ્કિટનું વેચાણ 40 % ઘટી ગયું

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તેલ, ખાંડ, બેસન સહિતમાં ભાવ વધારાથી ‘પડ્યા ઉપર પાટું ’જેવો ઘાટ

દિપાવલી પર્વોમાં મોંઘવારી વચ્ચે મીઠાઇ અને બિસ્કીટના વેપારીઓને તેજી જોવા મળતી હતી. પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીને પગલે મીઠાઇ, ફરસાણ અને બિસ્કીટના વેપારીઓને વેચાણમાં 40 ટકાની ઓટ આવી છે. તેમાંય ગત વર્ષ કરતા ચાલુ વર્ષે તેલ, ખાંડ, બેસન, ઘી સહિતના ભાવ વધારાથી વેપારીઓની હાલત પડ્યા ઉપર પાટુ મારવા જેવી થઇ છે.કોરોનાની મહામારીનો માર દિપાવલી પર્વમાં જોવા મળી રહ્યો છે. જેથી ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કાપડ, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ સહિતની વસ્તુઓના વેચાણ ઉપર અસર પડતા વેપારીઓને દુકાનમાં ભરેલા માલને લઇને ચિંતા ઉઠી રહી છે. ગત વર્ષે દુકાનમાં ભરેલા માલ પણ દિવાળી પહેલાં ખલાસ થઇ જતો હતો. પરંતુ ચાલુ વર્ષે માલ નહી ઉપડતા વેપારીઓની નિંદર હરામ કરી દીધી છે. ]

ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારોમાં મીઠાઇ અને બેકરીના બિસ્કીટની ખરીદી લોકો કરતા હોય છે. આથી વેપારીઓ દ્વારા નવરાત્રી પૂર્ણ થતાં જ દિવાળીની તૈયારીઓમાં લાગી જાય છે. જોકે ચાલુ વર્ષે કોરોનાની અસરને લીધે નવરાત્રી ફિક્કી જતા મીઠાઇ અને બેકરીના વેપારીઓએ દિવાળી બગડશે તેવી દહેશત હતી. તેમાંય ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ઘી, તેલ, ખાંડ, બેસન સહિતની ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થતાં કોરોનાની મંદીમાં વેપારીઓની હાલત પડ્યા ઉપર પાટુ મારવા જેવી થઇ છે.

દિવાળીના તહેવારો શરૂ થઇ ગયા છતાં ફરસાણ, મીઠાઇ અને બેકરીના બિસ્કીટની ખરીદીમાં ઘરાકીની ઓટ ઉડીને આંખે વળગે તેવી રહી છે. જોકે ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લીધે શરદી, ખાંસીની બિમારી થાય નહી તે માટે લોકો બજારમાંથી મીઠાઇ અને ફરસાણની ખરીદી કરી રહ્યા હોવાનું છેલ્લા 4 દાયકાથી મીઠાઇનું વેચાણ કરતા વિપુલભાઇ સુખડિયાએ જણાવ્યું છે કે ચાલુ વર્ષે ઓર્ડરમાં 50 ટકાનો કાપ આવ્યો છે. ઉપરાંત જે ગત વર્ષે ઘરાકીને લીધે કાઉન્ટર સાચવવા માટે માણસો લાવવા પડતા હતા. જ્યારે ચાલુ વર્ષે તેની જરૂર ઓછી પડી છે. ઉપરાંત કોરોનાની મંદીને કારણે ખાનગી નોકરી કરતા તેમજ વેપારીઓને મંદીનો મારની અસર મીઠાઇ, ફરસાણ અને બિસ્કીટીની ખરીદી ઉપર જોવા મળી રહી છે. આથી ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વેચાણમાં 40 ટકાનો ઘટાડો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો