તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કેસ ઘટતાં સેનિટાઇઝરનું વેચાણ 80% ઘટ્યું, દવાનું વેચાણ બંધ

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
મેડિકલ સ્ટોર્સમાં સેનેટાઇઝર, માસ્ક સહિતના વેચાણમાં ઘટાડો - Divya Bhaskar
મેડિકલ સ્ટોર્સમાં સેનેટાઇઝર, માસ્ક સહિતના વેચાણમાં ઘટાડો
  • ગાંધીનગરમાં કોરોનાની બીજી લહેર સમયે સેનિટાઇઝર, માસ્ક અને દવાનું રોજનું 100% વેચાણ થયું હતું

ગાંધીનગરમાં 2 મહિનાથી કોરોનાના કેસ ઘટવાની સાથેસાથે માસ્ક, સેનિટાઇઝર અને દવાઓના વેચાણમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. પહેલી અને બીજી લહેર ટાણે રોજનું 100 ટકા વેચાણ હતું તે 2 મહિનાથી ઘટ્યું છે. જિલ્લા ફાર્માસિસ્ટ ઍસોસિયેશનના પ્રમુખ માનસિંગભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે 2 માસથી સેનિટાઇઝરનું વેચાણ 80 ટકા ઘટી ગયું છે જ્યારે માસ્કનું વેચાણ પણ 50 ટકા ઘટ્યું છે. બીજી તરફ દવાનું વેચાણ પણ બંધ થઈ ગયું છે.

બીજી તરફ જથ્થાબંધ દવા ખરીદનારા લોકો મેડિકલ સ્ટોરમાં દવા પાછી આપવાના કિસ્સા વધ્યા છે. જોકે દવા કંપનીઓ ન વેચાયેલી દવા પરત લેતા ન હોવાથી મેડિકલ સ્ટોરના સંચાલકો પણ દવાઓ પાછી લેતા ન હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પહેલી-બીજી લહેરમાં એટલે ચારેક માસ અગાઉ સેનિટાઇઝર, માસ્ક, દવાઓનું વેચાણ રોજનું 100 ટકા રહેતું હતું. ત્યાર બાદ બીજી લહેર મંદ પડતાં વેચાણમાં 80 ટકા, ત્યાર બાદ 50 ટકા તે પછી 40 ટકા અને હાલમાં 20 ટકા જેટલું વેચાણ થઈ રહ્યું હોવાનું મેડિકલ સ્ટોર્સના વેપારીઓએ જણાવ્યું છે.

કોરોનાની દવાની એક્સપાયરી ડેટ એક વર્ષની કરાતાં રાહત
અગાઉ દવાની એક્સપાયરી ડેટ માત્ર 3 માસ જ હતી. ત્યાર બાદ 6 માસ કરાઈ હતી અને બીજી લહેર પછી 1 વર્ષની કરાઈ છે. તેમ છતાં અનેક વેપારીઓને કોરોનાની દવાઓ પડી રહેતાં લાખોનું નુકસાન થઈ રહ્યું હોવાનું ઍસોસિયેશનના પ્રમુખે જણાવ્યું છે.

બીજી લહેરમાં 1 સ્ટોરમાંથી રોજ 5 લીટરના 5 કેરબા વેચાતા
બીજી લહેર વખતે એક મેડિકલ સ્ટોરમાંથી સેનિટાઇઝરના 5 લીટરના કેરબાનું ધૂમ વેચાણ થતું હતું. તેમાં રોજના 5 નંગ કેરબાનું વેચાણ થતું હતું જ્યારે હાલમાં 100 એમએલની બોટલ દિવસમાં માંડ બે કે ત્રણ વેચાઈ રહી છે જ્યારે માસ્કના વેચાણમાં પણ 50 ટકાનો ઘટાડો નોંધાયો છે.

કોરોનાની દવાના રૂ. 1800થી 2000ની 5 દિવસના કોર્ષની કિટ આવતી હોય છે
કોરોનાની દવાના 5 દિવસના કોર્ષની કિટ આવતી હોય છે, જે રૂ. 1800થી 2000ની કિંમત થાય છે. તેમાં ફેબી ફ્લુ, વિટામિન ડી-3, વિટામિન-સી, ડોલો-650, ઝીંકની ગોળી, એઝિથ્રોમાઇસીન, ગ્લુકોઝ પાઉડર સહિતનો સમાવેશ થતો હોવાનું દવાના વેપારીઓએ જણાવ્યું છે.

કોરોનાની દવાની શું અસર કરે છે
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનામાં સૌપ્રથમ ટેમી ફ્લુ લેવાનું કહ્યું હતું. ત્યાર બાદ કોરોનાના દર્દીઓને તે દવા નહી આપતા. એજીથ્રોમાઇસીન ગોળી ગળામાં દુખાવો થતો હોય પાણી પીતા દુ:ખાવો થાય તો તેના માટે લેવામાં આવે છે. જ્યારે વિટામિન-ડી અને વિટામિન-સીની ગોળીથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, તેમ સિવિલ હૉસ્પિટલના મેડિસિન વિભાગના ડૉ. દિનકર ગોસ્વામીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...