તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની અસર:ગત વર્ષ કરતાં જૂના વાહનોના વેચાણમાં 48%નો વધારો નોંધાયો

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકો જુના વાહનો તરફ વળ્યા: 5 માસમાં નવા વાહનોની તુલનામાં જૂના વાહનોની ખરીદી મોટા પ્રમાણમાં થઈ

છેલ્લા દોઢ વર્ષથી કોરોના વાયરસના કારણે લોકડાઉન અને આંશિક લોકડાઉન સરકાર દ્વારા આપવામા આવી રહ્યે છે. જેને લઇને અનેક ધંધા રોજગાર ચોપટ થઇ ગયા છે. ત્યારે ઓટોમોબાઇલ બિઝનેસ પણ ઘટી જવા પામ્યો છે. એક તરફ આવક ઓછી થઇ રહી છે, બેકારી વધી રહી છે. એક સમયે જિલ્લામા નવા વાહનો મોટી સંખ્યામા ખરીદ થતા હતા. પરંતુ છેલ્લા પાંચ મહિનામા નવા વાહનોની તુલનામા જૂના વાહનો મોટા પ્રમાણમા ખરીદવામા આવી રહ્યા છે. કાર, બાઇકના શોખિન વ્યક્તિઓની ખાસીયત હોય છેકે, એક વર્ષ વાહનનો ઉપયોગ કરતા હોય છે.

કેટલાક એવા પણ વ્યક્તિઓ હોય છેકે, વાહન હમેશા નવુ જ ખરીદતા હોય છે. પરંતુ કોરોના વાયરસે અનેક લોકોની જીવન જીવવાની રીત બદલાવી નાખી છે. ગાંધીનગર આરટીઓ કચેરીમા છેલ્લા પાંચ મહિનામા 14981 નવા વાહનોનુ રજીસ્ટ્રેશન થયુ છે. જ્યારે તેની સામે ટુ વ્હીલર-ફોરવ્હીલર સહિતના સેકન્ડ વાહનોના માલિક તરીકે 7754 લોકોએ જૂના વાહન ટ્રાન્સફર કરાવ્યા છે. ગત વર્ષે જાન્યુઆરીથી મે દરમિયાન કુલ 4054 જુના વાહનો ટ્રાન્સફર થયા હતા. એટલે કે ગત વર્ષ કરતાં આ વખતે જુના વાહનોના વેચાણમાં 48 ટકા જેટલો વધારો થયો છે. કોરોનાનો માર ધંધા- વેપારીઓ સાથે- સાથે નાગરિકોની આવક ઉપર પર જોવા મળી છે.જેના કારણે લોકોના ખર્ચામંા પણ ઘટા઼ડો થયો છે. જેને લઈ લોકો જૂના વાહનો તરફ વળ્યાં છે.

કાર જરૂરિયાત બની, નવી પરવડે તેમ નથી
જૂની કાર ખરીદનાર અક્ષય પટેલ સાથે વાત કરતા કહ્યુ હતુ કે, કાર જરૂરિયાત બની ગઇ છે. પરંતુ નવી કારની કિંમત પરવડે તેમ નથી. હાલમા સામાન્ય કાર ખરીદવા જઇએ તો 5 લાખ સુધી પહોંચી જાય. જ્યારે તેજ કાર જૂનામા ખરીદી કરીએ તો 50 ટકા જેટલી કિંમતમા સારી કન્ડીશનની કાર મળી જાય છે. મારે પણ નવી કાર ખરીદવી હતી. પરંતુ કોરોના વાયરસમા રૂપિયાનુ મેનેજમેન્ટ કરવુ જરૂરી છે.

વાહન વેચાણના છેલ્લા પાંચ મહિનાના આંકડા જોઈએ ગત વર્ષ કરતાં હાલ વાહન વેચાણમાં 13 ટકા જેટલા વધારો થયો છે. 2020ના વર્ષમાં પાંચ મહિનામાં કુલ 13049 નવા વાહનો વેચાયા હતા. જેની સામે આ વર્ષે 14981 વાહનો નોંધાયેલા છે. જોકે ગત વર્ષે લોકડાઉનના કારણે વેપાર ધંધા બંધ હોવાથી વાહન વેચાણામાં ઘટાડો નોંધાયો હતો.

2017 53,252 વાહનો નોંધાયા હતા, જેની સામે 2018માં 11.59 ટકાના વધારા સાથે 59,423 વાહનો નોંધાયા હતા. 2019માં 1.58 ટકાના ઘટાડા સાથે કુલ 58,486 વાહનો નોંધાયા હતા. કોરોના ઈફેક્ટને પગલે 2020 વાહનો વેચાણમાં કુલ 32.47 ટકાનો ઘટાડો થતાં કુલ 39,498 વાહનો નોંધાયેલા છે. ગત વર્ષે વાહન વેચાણમાં 32.47ટકાનો ઘટાડો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...