તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તોડગિયાનો ભાવગત પર પ્રહાર:કહ્યું, ‘ભાગવત હવે પિતૃપૂજા અકબર, ઔરંગઝેબની કરશે; મહંમદ ગઝનીના પૂર્વજો મારા પૂર્વજ નથી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રવીણ તોગડિયા - ફાઇલ તસવીર - Divya Bhaskar
પ્રવીણ તોગડિયા - ફાઇલ તસવીર
  • ‘ડીએનએ એક છે’ તો દેશના બે ટુકડા કેમ કર્યા? - તોગડિયા

આરએસએસના વડા મોહન ભાગવતે ગયા રવિવારે મુસ્લિમ રાષ્ટ્રીય મંચના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, હિન્દુ-મુસ્લિમનું ડીએનએ એક છે. આ નિવેદનને વખોડતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે, મહંમદ ગઝનીના પીલ્લુઓ મારા પૂર્વ જ નથી, મારા પૂર્વજ સોમનાથનું મંદિર બનાવનાર સરદાર પટેલ છે. આગામી ભાદરવા મહિનામાં ભાગવત ગઝની, ઘોરી, અકબર, ઔરંગઝેબનું શ્રાધ્ધ કરશે. અમારા પૂર્વજ મહારાણા પ્રતાપ, શિવાજી છે, અકબર કે ઔરંગઝેબ નહીં. તોગડિયાએ કહ્યું કે, ડીએનએ એક છે તેમ બોલીને ભાગવતે હિન્દુઓનું અપમાન કર્યુ છે.

આરએસએસ હતુંં નહીં ત્યારે પણ હિન્દુઓ હતા
દેશમાં કોઇ સંગઠન હોય તો તે હિન્દુઓની કૃપાથી છે, RSSની કૃપાથી હિન્દુઓ નથી. દેશમાં આરએસએસ હતું નહીં ત્યારે પણ હિન્દુઓ હતા,મોગલ શાસનમાં પણ હિન્દુ હતા, આરએસએસ નહીં.

અન્ય સમાચારો પણ છે...