શહેરમાં વાવોલ ચાર રસ્તા પાસે ટીંટોડા જતા રોડ પર અકસ્માતમાં 16 વર્ષની સગીરાનું મોત થયું છે. પીપળજ બાપુપુરાનો પરિવાર બાઈક પર જતાં હતો ત્યારે કાર ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેમાં પતિ-પત્ની ગંભીર રીતે ઘાયલ થયા હતા જ્યારે માથા પરની ગંભીર ઈજાઓને પગલે સગીરાનું મોત થયું હતું. જે અંગે પોલીસે અકસ્માત બાદ ભાગી ગયેલા GJ-02-AP-2885 નંબરની ગાડીના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
પીપળજ બાપુપુરા ખાતે રહેતાં અરજણજી શકરાજી ઠાકોર (45 વર્ષ) ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓના પરિવારમાં પત્ની સજનબેન, બે દિકરા અને 16 વર્ષની સૌથી નાની દિકરી પુજા હતી. અરજણજીની સાસરી ટીંટોડામાં ગરબા હોય તેઓ રવિવારે સાંજે પત્ની અને દિકરી પુજાને બાઈક પર લઈને ગયા હતા. રાત્રે સાડા બાર વાગ્યે તેઓ ટીંટોડાથી પીપળજ બાબુપુરા ખાતે જવા માટે નીકળ્યા હતા.
1 વાગ્યના સુમારે તેઓ ઉવારસદથી વાવોલ ચાર રસ્તા એક કાર ચાલકે બાઈકની સાઈડમાંથી ટક્કર મારી હતી. અકસ્માતને પગલે ત્રણેય લોકો રોડ પર પટકાયા હતા, અકસ્માતને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. તેઓએ 108 મારફતે ત્રણેયને ગાંધીનગર સિવિલ ખસેડ્યા હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓને પગલે રાત્રે અઢી વાગે ફરજ પરના ડોક્ટરે પુજાને મૃત જાહેર કરી હતી.
અરજણજીના પત્ની સજનને બેનને પણ વધુ ગંભીર ઈજાઓ હોવાને પગલે અમદાવાદ સિવિલ ખસેડાયા હતા. સિવિલ સારવાર લઈ રહેલાં અરજણજી ઠાકોરે અકસ્માત અંગે GJ-02-AP-2885 નંબરની કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.