તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:કલોલની 17 વર્ષીય દુષ્કર્મ પીડિત સગીરાને ગર્ભપાતની મંજૂરી અપાઈ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સોલા સિવિલના તબીબોને ગર્ભપાત માટે HCનો હુકમ
  • પીડિતાના શારીરિક-માનસિક સ્વાસ્થ્યને જોતાં મંજૂરી અાપી

કલોલની 17 વર્ષીય રેપ પીડિતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને અઢી માસના ગર્ભપાત કરવા હાઈકોર્ટે મંજૂરી આપી છે. દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાના ગર્ભપાત માટે હાઈકોર્ટમાં પીટિશન ફાઈલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે સોલા સિવિલ હોસ્પિટલના તબીબી અભિપ્રાય અને પીડિતાના શારીરિક-માનસિક સ્વાસ્થ્યને જોતા ગર્ભપાતને મંજૂરી આપી છે. જેમાં સોલા સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોને ગર્ભપાત કરવાનો હુકમ કરાયો છે.

જેમાં ગર્ભપાત પહેલાં અને પછી પીડિતા તરફથી કોઈપણ પ્રકારની તબીબી મદદ માટે પણ કહેવાયું છે આ સાથે તેના શારીરિક-માનસિક સ્વાસ્થ્યની પુરેપુરી તકેદારી લેવાનો હુકમ કર્યો હતો. સમગ્ર ઘટના અંગે 31 જુલાઈના રોજ આ અંગે સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ મૂળ અમદાવાદાના એક ગામનો પરિવાર કલોલ તાલુકામાં રહે છે. જુલાઈમાં સગીરાનું પેટ ફૂલેલું જણાતા પરિવારે તેને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરી હતી. જેમાં સગીરાએ પોતાની સાથે દુષ્કર્મ થયું હોવાનું જણાવ્યું હતું. 17 વર્ષીય સગીરાનો પરિવાર જે ખેતરમાં રહેતો હતો ત્યાં આરોપી સુનિલ રાવત અવારનવાર આવતો હતો.

મૂળ ઉત્તરપ્રદેશનો સુનિલ અરવિંદ અપલેન્ડ કંપનીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરો હતો. સગીરા ઘરની પાસેની ઝાડીઓમાં કુદરતી હાજતે ગયેલ ત્યારે સુનિલે બળજબરીપૂર્વક સગીરા પર દુષ્કર્મ કર્યું હતું. પરિવારે તાત્કાલિક ધોરણે આ અંગે સોલા સિવિલ પહોંચીને તપાસ કરતાં ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે તેઓએ આ અંગે સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ સગીરાના ભવિષ્યને જોતા એડવોકેટ જિગ્નેશ એમ. નાયક દ્વારા ગર્ભપાત માટે મંજૂરી માટે અરજી કરી હતી. જેને ગ્રાહ્ય રાખીને કોર્ટે સગીરાના ગર્ભપાતને મંજૂરી આપી હતી.

ભ્રુણના ટીસ્યૂના સેમ્પલ ડીએનએ ટેસ્ટ માટે પોલીસને અપાશે
સોલા સિવિલના નિષ્ણાંત તબીબો ગર્ભપાત બાદ ભ્રૃણના ટીસ્યુના સેમ્પલ લેવાશે. જે ડીએનએ ટેસ્ટ માટે સંબંધીત પોલીસ અધિકારીને સોંપાશે. આ ડીએનએ રિપોર્ટને ચાર્જશીટ પેપરના તપાસના ભાગરૂપે રાખવામાં કોર્ટે આદેશ કર્યો છે. આ સાથે હાઈકોર્ટે આ કેસમાં પીડિતાના પિતા સરકારી વળતર યોજના અંતર્ગત માંગ કરી કરશે તેવો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...