તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:સે- 13 છાપરા પાસે પાર્ક થયેલી ઇકોનુ સાઇલેન્સર ચોરાયું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇકોના સાઇલેન્સરની ચોરીના વધતા બનાવો
  • સેક્ટર 7 પોલીસ મથકમાં 30 હજારના સાઇલેન્સરની ચોરીની ફરિયાદ નોંધાઈ

શહેરના સેક્ટર 13મા આવેલા છાપરામા રહેતા પરિવારે આગળના ભાગે પાર્ક કરવામા આવેલી કારમાંથી સાઇલેન્સરની ચોરી થઇ હતી. જેને લઇને સેક્ટર 7 પોલીસ મથકમા ફરિયાદ થતા કાર્યવાહી હાથ ધરી હતી. હિતેશ ભીખાજી ઠાકોર (રહે, સેક્ટર 13 છાપરા, ટોરેન્ટ પાવર પાસે. મૂળ, નાસ્મેદ, કલોલ) સેક્ટર 16 મહાત્મા મંદિર પાસે ગાયોને ખવડાવવામા આવતા લીલા ઘાસચારાનો વેપાર કરી જીવન ગુજરાન ચલાવે છે. ત્યારે નિત્યક્રમ મુજબ વેપાર ધંધા માટે ઇકોનો ઉપયોગ કરે છે. પરંતુ ગત 23મીના રોજ મોડી રાત્રે કારને છાપરા આગળ પાર્ક કરીને આરામ કરવા ગયા હતા.

બીજા દિવસે સવારે કારને ચાલુ કરતા અવાજ બદલાયેલો સાંભળ્યો હતો. જેને લઇને હિતેશ પોતાનુ એક્ટીવા લઇને ધંધાની જગ્યાએ ગયો હતો. કારને બે દિવસ સુધી ફેરવી ન હતી. જ્યારે અવાજ બદલાયો હોવાથી તપાસ કરતા તેમા લગાવાયેલુ સાઇલેન્સર જોવા મળ્યુ ન હતુ. જેને લઇને સેક્ટર 7 પોલીસ મથકમા 30 હજારની કિંમતના સાઇલેન્સરની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...