અનલોક:આંતરરાષ્ટ્રીય પરમિટ માટે RTOમાં ધસારો

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફ્લાઇટો શરૂ થતાજ વિદેશ જનારા લોકોને બેકારીનો સામનો કરવો ના પડે માટે આયોજન

કોરોના બાદ બહારના દેશો દ્વારા પાબંદી મુકાઈ હતી પરંતુ હવે ધીરેધીરે અન્ય દેશો નિયમમા છૂટછાટ આપી રહ્યા છે ત્યારે હાલમા ગાંધીનગર આરટીઓમા ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગની પરમિટ લેવા અરજદારોનો ધસારો જોવા મળી રહ્યો છે. પરમિટ લીઘા બાદ એક વર્ષ સુધી અરજદાર વિદેશમા ડ્રાઇવિંગ કરી શકે છે, જ્યારે આ પરમિટના આધારે તેને ઓછા સમયમા ત્યાં લાઇસન્સ મળી શકે છે. છેલ્લા 10 મહિનામા 466 અરજદારોએ પરમીટ માટે અરજી કરી છે.

કોરોના વાઈરસે દુનિયાના દેશોની સરહદો બંધ કરી દીધી હતી. તમામ ફ્લાઇટ બંધ કરી દેવામા આવી હતી. પરિણામે છેલ્લા દોઢ વર્ષથી વિદેશ જવા અને આવનાર લોકોની સંખ્યા જોવા મળતી ન હતી. પરંતુ હવે દેશોની સરહદ ખોલવામા આવતા ગાંધીનગર જિલ્લામાંથી પણ વિદેશ જનારા લોકોની સંખ્યામા વધારો થઇ રહ્યો છે. વિદેશ જઇને પોતાને બેરોજગારીનો સામનો કરવો ના પડે માટે ભારતીયો ત્યા ગયા પહેલા જ રોજગારી મળી રહે તેવો પ્લાન બનાવી રહ્યા છે.

ગાંધીનગર આરટીઓ કચેરીમા હાલમા મહિને અંદાજિત 100 અરજદાર ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગની પરમિટ લેવા અરજી કરી રહ્યા છે. ગાંધીનગર એઆરટીઓ જે.એસ.ઝાલાએ કહ્યુ હતુ કે, કોરોના પહેલા મહિને 100 કરતા પણ વધારે લોકો પરમિટ લેવા આવતા હતા, તેવુ અગાઉના આંકડા પરથી જોવા મળી રહ્યુ છે. જ્યારે હાલમા તો વિદેશ જવા ઉપર પાબંદી હતી, હવે ધીરેધીરે વિદેશમા નિયમોમા છુટછાટ મળી રહી છે. જેને લઇને હાલમા ગાંધીનગરમા એવરેજ મહિને 100 જેટલા અરજદાર ડ્રાઇવીંગ પરમીટ લેવા અરજી કરી રહ્યા છે. આ પરમીટથી વિદેશમા લાઈસન્સ મેળવવા માટે સમયગાળો ઓછો થઇ જાય છે.

હાલમા છેલ્લા 10 મહિનામા આરટીઓ કચેરીમાં 466 અરજદારોએ ઇન્ટરનેશનલ પરમીટ માટે અરજી કરી છે. જ્યારે અરજદારને વિદેશમા ટેક્ષી ચલાવી રોજગારી મેળવવી હોય તો સરળતા રહેતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...