વીમા એજન્ટની ભરતી:પોસ્ટલ વિભાગમાં ગ્રામીણ ટપાલ જીવન વીમા એજન્ટની ભરતી કરાશે

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીમા એજન્ટ માટે ધોરણ-10 પાસ સાથે સાથે માર્કેટિંગનો અનુભવ પણ જરૂરી

પોસ્ટલ વિભાગ દ્વારા ગ્રામીણ ટપાલ જીવન વીમા એજન્ટની ભરતી કરવામાં આવશે. જેના માટે માર્કિંટિંગનો અનુભવની સાથે સાથે ધોરણ-10ની શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. પોસ્ટલ વીમા એજન્ટ માટે તારીખ 19મી, જાન્યુઆરીના રોજ વોક ઇન ઇન્ટરવ્યુંનું આયોજન કરાયું છે.

ટપાલ લેવા સિવાય અન્ય કામગીરી પોસ્ટ વિભાગ કરી રહ્યું છે. ઉપરાંત પોસ્ટલ વિભાગની વિવિધ બચત, વીમા યોજનાઓ થકી લોકોને નાણાંકિય સલામતીની સાથે સાથે આર્થિક સપોર્ટ કરવાનું કામ કરી રહ્યું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકોને પોસ્ટલ જીવન વીમાના એજન્ટ બનીને આર્થિક આવક કરી શકે તે માટે પોસ્ટલ વિભાગ દ્વારા ગ્રામીણ ટપાલ જીવન વીમા એજન્ટની ભરતી કરવામાં આવનાર છે. જોકે તેના માટે પોસ્ટલ વિભાગે શૈક્ષણિક લાયકાત ધોરણ-10 પાસ નક્કી કરવામાં આવી છે. ઉપરાંત માર્કેટિંગ પ્રોડક્ટ વેચવાનો અનુભવ, કોમ્પ્યુટરની જાણકારી, સ્થાનિક ક્ષેત્રની જાણકારી નક્કી કરવામાં આવી છે.

પોસ્ટલ વિભાગની ગ્રામીણ ટપાલ જીવન વીમા એજન્ટ માટે બેરોજગાર, સ્વરોજગાર યુવાનો, પૂર્વ વીમા સલાહકાર, આંગણવાડી કાર્યકરો, મહિલા મંડળ કાર્યકરો, સ્વ સહાય જૂથના કાર્યકરો, એસએચજી, એક્સ સર્વિસમેન, નિવૃત્ત શિક્ષકો, પંચાયત સંચાર સેવા કેન્દ્રના એજન્ટ, ઇન્સ્યોરન્સ કંપનીના પૂર્વ એજન્ટ સહિતને લાભ મળી શકે છે. જોકે લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતા એજન્ટને પીએલઆઇ કે આરપીએલઆઇની એજન્સી મળશે નહી. જોકે ગ્રામીણ ટપાલ જીવન વીમા એજન્ટ માટે વય મર્યાદા 18થી 50 વર્ષ નક્કી કરવામાં આવી છે.

જોકે જેને ટપાલ જીવન વીમા એજન્ટ બનવુું હોય તેમણે જરૂરી ડોક્યુમેન્ટ અને પાસપોર્ટ સાઇજના બે ફોટા, ઉંમરનું પ્રમાણપત્ર તેમજ અન્ય આવશ્યક સર્ટીફિકેટ અને અનુભવ હોય તો તેનું પ્રમાણપત્ર સાથે તારીખ 19મી, જાન્યુઆરી, સવારે 11 કલાકે પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ, સેક્ટર-22 ખાતે ઉપસ્થિત રહેવા ગાંધીનગર ડિવીઝનના સિનિયર સુપ્રિટેન્ડ ઓફ પોસ્ટ ઓફિસરે જણાવ્યું છે. ગ્રામ્ય વિસ્તારના લોકોને પોસ્ટલ જીવન વીમાના એજન્ટ બનીને આર્થિક આવક કરી શકે તે માટે પોસ્ટલ વિભાગ દ્વારા ગ્રામીણ ટપાલ જીવન વીમા એજન્ટની ભરતી કરાશે.

અન્ય સમાચારો પણ છે...