તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

MLAની સંપૂર્ણ ગ્રાન્ટ ફાળવી દીધી:રૂપાણીએ દોઢ કરોડની ગ્રાન્ટ રાજકોટની હોસ્પિટલને ફાળવી; CMની ગ્રાન્ટમાંથી ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરાશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટની પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજકોટની પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલ - ફાઇલ તસવીર

કોરોના સંક્રમણમાં દર્દીઓની સારવાર માટેના સાધનો અને ઓક્સિજનની અછત વર્તાયા બાદ હોસ્પિટલોમાં સાધનો વસાવવા માટે ધારાસભ્યોને તેમની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા ફાળવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધારાસભ્ય તરીકે મળતી દોઢ કરોડની સંપૂર્ણ ગ્રાન્ટ રાજકોટની પીડીયુ હોસ્પિટલને ફાળવી છે.

વિજય રૂપાણી, મુખ્યમંત્રી, ગુજરાત - ફાઇલ તસવીર
વિજય રૂપાણી, મુખ્યમંત્રી, ગુજરાત - ફાઇલ તસવીર

સરકારે કરેલા નિર્ણય મુજબ ધારાસભ્યોએ ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા કોરોનાની સારવાર માટે અદ્યતન સાધન સામગ્રી ખરીદવા આપવાના રહે છે. પરંતુ જો કોઇ ધારાસભ્ય ઇચ્છે તો પોતાની સંપૂર્ણ એટલે કે દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી શકશે. આ નિર્ણય બાદ મુખ્યમંત્રીએ પહેલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...