ધરપકડ:રૂપાલના યુવકે ગામમાજ ખાતર પાડ્યું, 13 તોલા સોનાની ચોરી, આરોપીને સેન્ટ્રલ જેલ હવાલે કરાયો

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આર્થિક સંકડામણને લઈ યુવકે પગલું ભર્યું

રૂપાલ ગામમા રહેતા વેપારીના ઘરમાંથી 4.50 લાખના દાગીનાની ચોરી થઇ હતી. ત્યારે વેપારીએ પોતાના ઘરે કામગીરી માટે આવતા શખ્સ સામે શંકા વ્યક્ત કરતા પોલીસે શકમંદની ધરપકડ કરી હતી. જેમા એલસીબી અને પેથાપુર પોલીસના સંયુક્ત ઓપરેશન દ્વારા આરોપીને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી સોનાના દાગીના જપ્ત કરવામા આવ્યા હતા. જ્યારે આરોપીને સેન્ટ્રલ જેલ હવાલે કરવામા આવ્યો હતો. મળતી માહિતી મુજબ કનુભાઇ રમેશચંન્દ્ર વ્યાસ (રહે, રૂપાલ ગામ, ખોડીયારવાસ) સબમર્શિબલ પંપ તથા મોટર રીવાયડીંગનુ કામ કરે છે.

ત્યારે તેમણે પેથાપુર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ઘરમાં રહેલી તિજોરીમાં મુકવામા આવેલા સોનાના 13 તોલાના દાગીના કિંમત આશરે 4.50 લાખની ચોરી થઇ હતી. વેપારીએ પોતાના ગામમા રહેતા દિગ્વિજય દિનેશ ઠાકોર સામે શંકા વ્યક્ત કરી હતી. ચોરી બાદ આરોપીએ 5 જોડી કપડાની ખરીદી કરી હતી. જ્યારે દાગીના કલોલમાં આવેલી એક બેંકમા ગીરવે મુકીને લોન લઇ લીધી હતી.ચોરી કરનાર શખ્સ સામે શંકા વ્યક્ત કરાયા બાદ ગાંધીનગર એલસીબી અને પેથાપુર પોલીસની ટીમ દ્વારા સંયુક્ત રીતે વોચ રાખવામા આવતી હતી.

જેમા એલસીબીએ આરોપીને પકડી લીધો હતો. આરોપી દિગ્વિજયે નાંણા આવ્યા બાદ થોડા કપડાની ખરીદી કરી હતી. જ્યારે બાકીના નાણાને જુગાર રમી નાખ્યો હતો. પોલીસે કલોલની બેંકમાંથી સોનાના દાગીના જપ્ત કરી આરોપીને સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...