તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા:શાસક પક્ષે બહુમતીના જોરે અવાજ દબાવ્યો : વિપક્ષનો આક્ષેપ

ગાંધીનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રેતીકાંકરીની ગ્રાન્ટનું સૂચન, ફેરફાર અને મંજૂરીની સત્તા પ્રમુખને

વિપક્ષના પ્રશ્નોના જવાબ આપ્યા વિના જ બહુમતીથી તમામ એજન્ડાને મંજૂર કરી સભાને આટોપી લેવાનું કામ ગાંધીનગર જિલ્લા પંચાયતની બુધવારે મળેલી ખાસ સામાન્ય સભાને આટોપી લેવાનું કામ કર્યું હતું. વિપક્ષના અવાજને દબાવીને પંચાયત ધારાના લીરે લીરા ઉડાવતા હોય તે રીતે શાસક પક્ષે કામ કર્યું હોવાનો આક્ષેપ વિપક્ષોએ કર્યો છે.

કોરોનાની મહામારીની સભંવિત ત્રીજી લહેરમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોને કેવી બચાવી શકાય તેમજ કોવિડની ઝડપી સારવાર કેવી રીતે મળે તેના માટે શું આયોજન કરવું જોઇએ. સ્વભંડોળમાંથી કેવા પ્રકારનો ખર્ચ કરવો જોઇએ તેવા લોકહિતના પ્રશ્નોની કોઇ જ ચર્ચા શાસક કે વિપક્ષના સદસ્યોએ ગાંધીનગર જિલ્લા પંચાયતની બુધવારે પ્રમુખ દિલીપભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી ખાસ સામાન્ય સભામાં કરી નહી. સભા શરૂ થતાં જ બેઠક વ્યવસ્થાને લઇને વિપક્ષના સદસ્ય અજિતસિંહે વાંધો ઉઠવ્યો હતો. ત્યારબાદ ગત સામાન્ય સભામાં બજેટને બહાલી માટે મિટીંગમાં અવલોકન માટે મુકવાની પણ માંગણી કરતા તેનો છેદ ઉડાડ્યો હતો. વિપક્ષોએ પ્રશ્નો ઉઠાવતા ખાસ સામાન્ય સભામાં પ્રશ્નોત્તરી હોય નહી તેમ કહીને શાસક પક્ષના સદસ્યોએ વિપક્ષોને બેસાડવાની કામગીરી કરી હતી.

DDO સદસ્યને બેસવાનું કહી શકે નહી
ખાસ સામાન્ય સભામાં પોતાના પ્રશ્નના જવાબની માંગ સાથે વિપક્ષ સદસ્ય અજીતસિંહ અડી રહેતા ડીડીઓ શાલીની દુહાને તેઓને બેસી જવાનું કહ્યું હતું. આથી પંચાયતના ધારા મુજબ ડીડીઓ સભાના સેક્રેટરી હોવાથી તેઓ સદસ્યને બેસવાનું કહી શકે નહી તેમ કહીને તેનો સદસ્ય અજીતસિંહે વિરોધ કર્યો હતો. તેમ છતાં સભાના અધ્યક્ષ પ્રમુખે તેની કોઇ જ નોંધ લીધી નહી.

શાસક પક્ષે બોલવા ન દેતાં વિપક્ષનો વોકઆઉટ
વિપક્ષોના પ્રશ્નોના જવાબ નહી આપીને શાસક પક્ષે બહુમતીના જોરે સભાના એજન્ડા મંજૂર કરતા વિપક્ષોએ સભાનો વોક આઉટ કરવા ઉભા થયા હતા. જોકે શાસક પક્ષના બાંધકામ સમિતિના ચેરમેન કલ્પેશ પટેલ અને ઉપપ્રમુખ ગુણવંતસિંહ ચાવડાએ સમજાવટ કરીને બેસાડ્યા.

શાસક અને વિપક્ષના સદસ્યો સામસામે આવ્યા
ખાસ સામાન્ય સભામાં વિપક્ષે વિરોધ કરતા શાસક પક્ષના સદસ્ય ભરતજી ઠાકોર અને વિપક્ષના સદસ્ય શનાભાઇ પટેલ સામસાામે આવ્યા હતા. જોકે શાસક પક્ષના સદસ્ય ગાળ બોલ્યાનો વિપક્ષના સદસ્યે આક્ષેપ કર્યો હતો. પરંતુ વિપક્ષના સદસ્યને હોબાળો નહી કરવા સભા ચાલવા દો તેમ કહીને બેસાડવા ગયાનો શાસક પક્ષના સદસ્યે જણાવ્યું હતું.

સામાજિક ન્યાય સમિતિની રચનાનો વિરોધ કરાયો
સાંતેજ બેઠકના સદસ્ય રશ્મિનભાઇ ઠાકોરે સામાજિક ન્યાય સમિતિની રચનાનો વિરોધ કર્યો હતો. તેમ છતાં કોંગ્રેસના પાનસર બેઠકના સદસ્યનો સમાવેશ નહી કર્યાનો આક્ષેપ સાથે વિરોધ કર્યો હતો. છતાં શાસક પક્ષે પ્રશ્નોત્તરી નહી હોવાથી જણાવીને જવાબ આપ્યો નહી.

સભામાં ધારાસભ્યોની ગેરહાજરી સૂચક રહી
ગાંધીનગર જિલ્લાની કુલ 5માંથી એકપણ ધારાસભ્ય હાજર નહી રહેતા તેની સૂચક નોંધ લેવાઇ હતી. કોંગ્રેસના પણ ધારાસભ્યો ગેરહાજર રહેતા જિલ્લા પંચાયતના કોંગ્રેસના અમુક સદસ્યો નારાજ રહ્યા હતા.

જિ. પં.ના નવા મકાન માટે સરકારને દરખાસ્ત કરાશે
જિલ્લા પંચાયતના નવા મકાન માટેની દરખાસ્તને ખાસ સામાન્ય સભામાં બહુમતીથી મંજૂર કરી હતી. હવે મકાન માટેની જમીનની માંગણી રાજ્ય સરકારમાં કરાશે તેમ ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપ પટેલે જણાવ્યું છે.

બહુમતીના જોરે મંજૂર કરાયેલા એજન્ડા

 • જિલ્લા પંચાયત ગાંધીનગરના તા. 30-3-2021ની ખાસ સામાન્ય સભાની કાર્યવાહીની નોંધ બહાર રાખવા બાબત.
 • જિલ્લા પંચાયત ગાંધીનગરના તારીખ 30-3-2021ની ખાસ સામાન્ય સભામાં થયેલા ઠરાવ અંગેની અમલવારી વંચાણે લઇ બહાલ રાખવા બાબત.
 • જિલ્લા પંચાયતની જુદી જુદી સમિતિઓની કાર્યવાહી નોંધ અવલોકનમાં લઇ બહાલ રાખવા બાબત.
 • ગાંધીનગર જિલ્લાના 286 ગામોમાં કોવિડ કેર સેન્ટરને જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી આપેલ અનુદાન રૂપિયા 4290000ને બહાલી આપવા.
 • જિલ્લા પંચાયત સ્વભંડોળના કામોની પ્રાથમિક મંજુરી આપવા.
 • જિલ્લા પંચાયતના સ્વભંડોળના જે કામો હાથ ધરવામાં આવશે તે સુચવવાની તથા તેમાં ફેરફાર કરવાની સત્તા સામાન્ય સભા હસ્તક છે તે સત્તા જિલ્લા પંચાયત પ્રમુખને સુપરત કરવા બાબત
 • જિલ્લા પંચાયતના નવીન મકાન માટે દરખાસ્ત કરવા.
 • સત્તાની સોંપણી કરવા બાબત
 • જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા પંચાયત પ્રમુખના નવિન સરકારી વાહન ખરીદવા બાબત.
 • પ્રમુખ સ્થાનેથી રજુ થાય.
અન્ય સમાચારો પણ છે...