તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચરાનું કમઠાણ:‘કચરાપેટી માટે રૂ. 150 નહીં, પર્યાવરણના જતન માટે દર વર્ષે ખર્ચવાની ટેવ પાડવી પડશે’

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચરાના વિવાવદમાં પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્ર ત્રિવેદીએ પણ ઝંપલાવ્યું

કોર્પોરેશન વિસ્તારમાં ભીના-સૂકા કચરા માટે એક તરફ શહેર વસાહત મહાસંઘ નાગરિકોને ડસ્ટબીન મળે તે માટે તંત્ર સામે લડત ચલાવી રહ્યું છે. કચરાના કમઠાણમાં રાજકારણ પણ ભળ્યું છે ત્યારે હવે કેટલા પ્રબુદ્ધ નાગરિકો કોર્પોરેશનના નિર્ણયના સમર્થનમાં આગળ આવ્યા છે. પૂર્વ ગૃહમંત્રી અને પાટનગરના નાગરિક મહેન્દ્ર ત્રિવેદીએ કચરો અલગ કરીને આપવા માટે જાહેર અપીલ કરી છે. તેમણે અપીલ કરતાં કહ્યું છે કે ‘વિશ્વમાં પ્રકૃતિ જે પ્રકારે તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે. તેવા સંજોગોમાં ધરતી પર હવે એક નાનકડું પ્લાસ્ટિક નાખવા માટે પણ આપણે નિમિત્ત ન બનીએ, એ આપણા સૌના અસ્તિત્વ માટે જરૂરી છે.

પ્રકૃતિને થનારાં નુકસાનથી આવનારાં વર્ષો આપણા અને ભવિષ્યની પેઢીના અસ્તિવને જોખમમાં મૂકશે. આથી પ્રબુદ્ધ નાગરિકો માને છે કે માત્ર 150 રૂપિયાની એક કચરાપેટી નહીં પરંતુ પર્યાવણની સુરક્ષા માટે દરેક પરિવારે દર વર્ષે ખર્ચ કરવાની ટેવ વિકસાવવી પડશે.’અપીલમાં વસાહત મહામંડળના પ્રમુખ અરુણ બૂચ, એન. પી. પટેલ, પ્રજ્ઞાબહેન પટેલ, અનિલ પટેલ, સંજય થોરાત, ભાનુપ્રસાદ પુરાણી, ડંકેશ ઓઝા, ડૉ. ચેતના બૂચ, રમેશ પટેલ, દિનેશસિંહ ચાવડા, અશોક ત્રિવેદી, વિક્રમ જાની, જશવંત ગાંધી, જીલુભા ધાંધલ સહિતના 25 જેટલા નાગરિકોએ ટેકો જાહેર કર્યો હોવાનું મહેન્દ્રભાઈ ત્રિવેદીએ કહ્યું હતું.

મુઠ્ઠીભર લોકો ગેરમાર્ગે દોરે છે : મહાસંઘ
વસાહત મહાસંઘના કેશરીસિંહ બિહાલોએ કહ્યું હતું કે ‘પોતાની જાતને પ્રબુદ્ધ નાગરિક ગણાવતા ગણ્યા-ગાંઠ્યા લોકો સત્તાધીશોનાં પ્યાદાં બની ગયાં છે. તેઓ વસાહતીઓને ડસ્ટબીનની માંગણી માટે ગેરમાર્ગે દોરીને ડસ્ટબીન વિના કચરો અલગ આપવા અપીલ કરી છે. પર્યાવરણ જાળવણી અને શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે નાગરિકો તૈયાર છે. પરંતુ પહેલાં ડસ્ટબીન અપાય પછી જ નાગરિકો ભીનો-સૂકો કચરો અલગ કરવા વસાહતીઓ સંમત થશે.’

મહામંડળની DyCM ને ઉકેલ માટે રજૂઆત
આ અંગે શહેર વસાહત મહામંડળના પ્રમુખ અરુણ બૂચે કહ્યું હતું કે, ‘સમગ્ર મુદ્દે મેં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને મંત્રી કૌશિક પટેલને લેખિત રજૂઆત કરી છે. જેમાં આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે મધ્યસ્થી કરવા વિનંતી કરી છે. સ્વચ્છતા-પર્યાવરણ માટે નાગરિકો અલગ કચરો આપે તો જરૂરી છે. સામે તંત્ર પણ વિકાસના નામે કરોડો ખર્ચ કરે છે તો ડસ્ટબીન આપવામાં શો વાંધો છે.’

વિવાદ વચ્ચે કચરો જુદો આપનારા લોકો વધ્યા
શહેરમાં કચરો જુદો કરનારા લોકોની સંખ્યામાં વધારો થતાં શુક્રવારે રોજ કરતાં ત્રણેક ટન વધુ 33 ટન કચરો એકઠો કરાયો હતો. આમ છતાં 80થી90 ટકા જેટલો કચરો હાલ પણ ઉપાડાતો નથી. જેને પગલે અનેક સ્થળે હાલ પણ છેલ્લા પાંચેક દિવસથી કચરો પડી રહ્યો છે. જેને પગલે અનેક વિસ્તારમાં લોકોએ હવે રસ્તા અને જાહેર સ્થળો પર કચરાનો નિકાલ શરૂ કરી દીધો છે. જેને પગલે આગામી સમયે જાહેર સ્થળો પર આગામી સમયે કચરોના ઢગ જોવા મળે તો નવાય નહીં. પાંચેક દિવસથી 29થી 31 ટન જેટલો કચરો ઉઠાવાયા છે. શુક્રવારે તેમાં થોડા વધારો થતાં 33 ટન જેટલો કચરો લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...