કોરોનાને લીધે આરોગ્ય બજેટ ખોરવાયું:રૂ. 3273 કરોડ વધુ ખર્ચ કરવો પડ્યો; 19 વિભાગે જોગવાઇથી ઓછા, 9 વિભાગે વધારે નાણાંનો ઉપયોગ કર્યો

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત વિધાનસભા - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત વિધાનસભા - ફાઇલ તસવીર
  • 2021-2022ના કુલ બજેટમાં અંદાજ સામે રૂ. 6218 કરોડ ઓછો ખર્ચ

છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી કોરોના મહામારીને કારણે આરોગ્ય વિભાગના વર્ષ 2021-22ના બજેટમાં નાણાકીય જોગવાઇ કરતા 3273 કરોડ રૂપિયાનો વધારે ખર્ચ થયો છે, જે જોગવાઇ કરતાં 34.38 ટકા જેટલું વધારે છે. વર્ષ 2021માં આવેલી બીજી લહેરને કારણે ઓક્સિજન, રેમડેસિવિર ઇન્જેક્શન અને દવાઓ સહિત સાધન-સુવિધા પાછળ જંગી ખર્ચ થવાને કારણે બજેટની સામે ખર્ચમાં વધારો થયો છે.

વિધાનસભામાં વર્ષ 2022-23નું બજેટ રજૂ કરવાની સાથે વર્ષ 2021-22ના બજેટના સંભવિત ખર્ચના આંકડાઓ પણ જાહેર કરવામાં આવ્યા હતા, જે મુજબ વર્ષ 2021-22માં જાહેર કરવામાં આવેલા રૂ. 2.27 લાખ કરોડના બજેટની રકમમાં 6,281 કરોડના ઘટાડાથી બજેટનું કદ ઘટીને રૂ. 2.20 લાખ કરોડ જેટલું થઇ ગયું છે.

પાથેય સંસ્થાએ કરેલા વિશ્લેષણ મુજબ રાજ્યના કુલ 28 વિભાગો પૈકી 9 વિભાગો દ્વારા તેમને ફાળવવામાં આવેલા નાણાં કરતાં વધારે ખર્ચ કરવામાં આવ્યો છે જ્યારે 19 વિભાગોએ બજેટમાં કરેલી જોગવાઈ કરતા ઓછો ખર્ચ સૂચવવામાં આવ્યો છે. કોરોનાકાળમાં સ્કૂલો બંધ રહી છતાં શિક્ષણ વિભાગે રૂ. 1194 કરોડ વધારાનો ખર્ચ કરવામાં આવ્યો છે. વાઇબ્રન્ટ સમિટ રદ થઈ તેમ છતાં ઉદ્યોગ વિભાગે 119 કરોડનો વધારે ખર્ચ કર્યો છે.

કયા વિભાગે કેટલો વધારે ખર્ચ કર્યો

વિભાગબજેટમાં જોગવાઇખર્ચવધારો
આરોગ્ય9520127933273
શિક્ષણ30602317961194
ઉર્જા12458141371679
નાગરિક પુરવઠા9941159165
ઉદ્યોગ અને ખાણ63286446119
મહેસૂલ432256341312
માર્ગ-મકાન1078611333547

મહિલા બાળ વિકાસ

27123710997

સાયન્સ એન્ડ ટેક્નો.

56360138
અન્ય સમાચારો પણ છે...