આક્રોશ:ગુડાની ટીપી-8માં સ્ટોર્મ વોટરની લાઇન નાંખ્યા બાદ રોડનનું કામ ન કરાતાં રોષ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકે કેન્દ્ર સરકારને ફરિયાદ કરતા રોડનું કામ કર્યાનો ખોટી વાત જણાવતું ગુડા

ગુડા દ્વારા ટીપી નંબર-8 વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપ લાઇન નાંખી હતી. ત્યારબાદ યોગ્ય રીતે રોડનું કામ નહી કરવાથી સ્થાનિક લોકોને પરેશાની વેઠી રહ્યા છે. જોકે રોડ બનાવવા અંગે સ્થાનિક વ્યક્તિએ કેન્દ્ર સરકાર અને ગુડાને લેખિત ફરીયાદ કરી હતી. તો રોડનું કામ કરી દેવામાં આવ્યું હોવાની ખોટી વાત ગુડાએ કરી હોવાનો આક્ષેપ સ્થાનિક ફરીયાદીએ કર્યો છે. ગાંધીનગરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકિય સુવિધાઓ સાથે વિકાસ કરવાની કામગીરી ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા કરવામાં આવે છે.

જેમાં ગુડા દ્વારા અલગ અલગ ટાઉન પ્લાનિંગ બનાવવામાં આવે છે. તેના આધારે રહેણાંક મકાનો, રોડ, રસ્તા, પીવાના પાણી, સ્ટ્રીટ લાઇન, ગટર લાઇન, વરસાદી પાણીના નિકાલની લાઇન સહિતની માળખાકિય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જોકે ગુડા દ્વારા ટીપી નંબર-8માં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ લાઇન નાંખવામાં આવી હતી. સ્ટ્રોમ લાઇન રોડની બાજુમાં જ નાંખવામાં આવી હોવાથી આ ટીપી વિસ્તારનો રોડ ખરાબ થઇ ગયો હતો. ઉપરાંત રોડ ઉપર ખાડી પડી જવાથી સ્થાનિક લોકોને અવર જવરમાં મુશ્કેલી પડતી હતી.

આથી ટીપી નંબર-8 વિસ્તારમાં સ્થાનિક વ્યક્તિએ સ્ટ્રોમ લાઇન નાંખ્યા બાદ રોડનું કામ કરવા અંગે કેન્દ્ર સરકાર અને ગુડાને લેખિત રજુઆત કરી હતી. જોકે રજુઆત બાદ પણ ગુડા દ્વારા રોડનું યોગ્ય રીતે કામ કરવામાં આવ્યું નથી. પરંતુ મુખ્ય નેટવર્કની કામગીરી પૂર્ણ થતાં જ કેચપીટ બનાવવાની કામગીરી કરવાની થાય છે.

આથી કેચપીટ બનાવવાની કામગીરી પૂર્ણ કરેલી છે. જેથી હવે સમયાંતરે રોડની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. જ્યારે હાલમાં રોડ પાકી ડામરની સપાટી ધરાવતો મોટરેબલ હોવાનું જણાવ્યું હતું. પરંતુ વાસ્તવમાં રોડ બનાવવામાં જ આવ્યો નહી હોવાનું સ્થાનિક વ્યક્તિએ આક્ષેપ કર્યો છે. ઉપરાંત તેના ફોટોગ્રાફ લઇને કેન્દ્ર સરકારમાં મેઇલથી રજુઆત કરી છે. આથી ગુડા દ્વારા કામગીરી કર્યા વિના જ કામ કર્યાનુું જણાવતું હોવાનો આક્ષેપ સ્થાનિક વ્યક્તિએ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...