તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:સુઘડમાં મધરાતે લૂંટારૂ ત્રાટક્યા: દાગીના લૂંટી ગયા, પરિવારજનોને ઘરમાં પૂરી ફરાર

ગાંધીનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઓરડીમાં ઘૂસી 5 શખ્સે છરા બતાવી લૂંટ કરી

ગાંધીનગર તાલુકાના સુઘડ ગામની સીમમાં આવેલા નવકાર ફાર્મની બહાર ઓરડીમાં રહેતાં પરિવાર સાથે લૂંટની ઘટના બની હતી. રાત્રે 1 વાગ્યે પ્રવેશેલા 5 શખ્સોએ છરો બતાવીને સોના-ચાંદીના દાગીના, ફોન સહિત 24,800ની મત્તાની લૂંટ કરી હતી. ગાંધીનગરમાં આ પ્રકારે લૂંટની ઘટના બનતાં આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધતી જતી આવી ઘટનાઓ.

મળેલી માહિતી પ્રમાણે, મૂળ માણસાના ધોળાકુવા ગામના સતાજી રવાજી ઠાકોર(58 વર્ષ) સુઘડ ગામની સીમમાં આવેલા નવકારફાર્મ ખાતે છેલ્લા ત્રીસેક વર્ષથી ચોકી કરે છે. તેઓ અહીં 55 વર્ષીય પત્ની અને 11 વર્ષની પૌત્રી સાથે ફાર્મહાઉસમાં આવેલી ઓરડીમાં રહે છે. 11 ફેબ્રુઆરીના રોજ રાત્રે કોઈએ ઓરડીનો દરવાજો ખખડાવ્યો હતો. સતાજીએ દરવાજો ખોલતા જ 5 શખ્સો ઘરમાં ઘૂસી ગયા હતા. જેમાંથી 2 શખ્સો છરા બતાવી દાગીના-પૈસા આપી દેવા કહેતા પરિવાર ડરી ગયો હતો.

લૂંટારૂઓની ઘમકીથી સતાજીના પત્નીએ પહેરેલી 15 હજારની સોનાની બુટ્ટી, 2 હજારની કિંમતનો કાનનો ડિસ્કો, નાકમાં પહેરેલી ચુની, ચાંદીનું મંગળસૂત્ર, શેરો આપી દીધી હતી. બીજી તરફ સતાજી પાસે રહેલાં 2 સાદા ફોન અને 1800 રૂપિયા રોકડા 2 શખ્સોએ લઈ લીધા હતા. કુલ 24,800ની કિંમતની મત્તાની લૂંટ કરીને પાંચેય શખ્સો ભાગી ગયા હતા. આ બનાવ અંગે સતાજીએ સમગ્ર મુદ્દે, અડાલજ પોલીસમાં જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. લૂંટ કરવા આવેલા પાંચેય શખ્સો અંદાજે 30થી 35 વર્ષની ઉંમરના હતા. જેઓ સામે અડાલજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ બનાવ જિલ્લા પોલીસ માટે પડકારજનક ગણી શકાય તેમ છે.

ઘટના બાદ ડરી ગયેલા પરિવારજનો આખી રાત ઘરમાં પૂરાઈ રહ્યા હતા
લૂંટ બાદ પાંચેય શખ્સોએ તેમનો કોઈ પીછો ન કરે તે માટે પરિવારને અંદર રાખીને ઓરડી બહારથી બંધ કરીને જતા રહ્યાં હતા. જેને પગલે ડરી ગયેલું દંપતી અને 11 વર્ષની પૌત્રી આખી રાત ઘરમાં પૂરાઈ રહ્યાં હતા. સીમ વિસ્તારમાં નજીક કોઈ ન હોવાને પગલે તેમની બુમો પણ કોઈ સાંભળી શક્યું ન હતું. સવારે ઈલેક્ટ્રીશિયન આવ્યો ત્યારે તેણે ઓરડીનો દરવાજો ખોલ્યો હતો. જેને પગલે સતાજીએ ફાર્મહાઉસ માલિકને જાણ કરીને સમગ્ર મુદ્દે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો