તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાગરિકો મુશ્કેલીમાં:ઘ-4 અંડરપાસમાં જાળી તૂટી જતાં રસ્તા બંધ કરી દેવા પડ્યા

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધૂરા કામે ખોલી દેવાયેલા અંડરપાસમાં જાળી તૂટવા લાગી
  • અંડરપાસની નબળી કામગીરીથી વધુ એકવાર નાગરિકો મુશ્કેલીમાં: કામની ગુણવત્તા સામે સવાલો , સમારકામ થયુ

ગાંધીનગરના ઘ રોડ પર બનેલા ઘ-4 અંડરપાસની નબળી કામગીરીએ વધુ એકવાર નાગરિકોને મુશ્કેલીમાં મુક્યા છે. આ અંડરપાસ વરસાદમાં સ્વિમિંગ પુલ બની ગયો હતો. તે સમયે તંત્રએ એજન્સીને છાવરતા ખુલાસા કર્યા હતા. પણ જાળી તૂટી જતા રસ્તા બંધ કરાયા છે.

અંડરપાસમાં પાણીના નિકાલ માટે રોડની વચ્ચે લોખંડની જાળીઓ મુકાઈ છે. જોકે વાહનોને અવરજવરથી ઘણીજગ્યાએ જાળી છૂટી પડી ગઈ હતી અને તેના કારણે અકસ્માતનો ભય ઉભો થયો હતો. જેને પગલે સફાળા જાગેલા કોર્પોરેશન તંત્રએ એજન્સી પાસે જાળીઓ ફરીથી ફીટ કરાવી હતી. શુક્રવારે અંડરપાસનો એક તરફનો રસ્તો બંધ કરીને કામગીરી કરવાની નોબત આવી હતી. અગાઉ અંડરપાસ ખુલ્યાને માંડ 25 દિવસ થયા હતા અને રસ્તા પર ખાડા પડી ગયા હતા. જે બાદ વરસાદમાં અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હતું. ત્યારે હવે જાળીમાં કામ ચલાઉ થીગડા મારીને કામગીરી આટોપી લેવાઈ છે.

સ્માર્ટ સિટીના નામે 35 કરોડ જેટલા ખર્ચે બનેલા અંડરપાસની કામગીરી મુદ્દે મનપા તંત્ર અત્યાર સુધી માત્ર એજન્સીના બચાવમાં જોવા મળ્યું છે. ત્યારે પ્રજાના પૈસામાંથી બનેલો અંડરપાસ વારંવાર બંધ કરવો પડે તે કેટલા અંશે યોગ્ય છે.

અન્ય સમાચારો પણ છે...