ગાંધીનગર વિસધાનસભાની પાંચ બેઠકોમાંથી ચાર બેઠકો ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત થઈ ગઈ છે. ભાજપ દ્વારા દહેગામ વિધાનસભા બેઠક પર બલરાજસિંહ ચૌહાણને જાહેર કર્યાં હતા અને સોમવારે તેઓએ પોતાનું ફોર્મ પણ ભરી દીધું હતું. સોમવારે રાતે 10 વાગ્યા પછી ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ અને કલોલ બેઠકો પર ભાજપ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરાયા હતા સોમવારે મોડી રાત સુધી જાહેર કરાયા ન હતા. જેમાં ગાંધીનગર ઉત્તર બેઠક રીટાબેન પટેલ જ્યારે ગાંધીનગર દક્ષિણમાં અલ્પેશ ઠાકોર તથા કલોલમાં બકાજી ઠાકોર નું નામ જાહેર કરાયું હતું.
ઉત્તરની બેઠક માટે સેક્ટર-16 ખાતે ભાજપનો માંડવો પણ તૈયાર થઈ ગયો છે. જાહેરાત બાદ તેને ધમધમતો થઈ જશે. ગાંધીનગર જિલ્લા ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર કોઈ મહિલાને ટિકિટ આપી છે. રીટાબેન પટેલ ભાજપ કુળના પ્રથમ મેયર હતા. જો તેઓ જીતે તો ભાજપમાંથી ગાંધીનગરમાં પ્રથમ ધારાસભ્ય તરીકે પણ તેમનું નામ ઇતિહાસમાં અંકિત થઈ જશે. આ તરફ સ્થાનિક વિરોધ વચ્ચે પણ ભાજપે ગાંધીનગર દક્ષિણમાંથી અલ્પેશ ઠાકોરની જાહેરાત કરી છે. ભાજપ દ્વારા હજુ પણ માણસ બેઠક પર જાહેરાત બાકી જ રખાઈ છે.
આ તરફ કોંગ્રેસ દ્વારા અત્યાર સુધી ગાંધીનગર દક્ષિણમાં હિમાંશુ પટેલ, કલોલમાં બળદેવજી ઠાકોર તથા માણસામાં બાબુસિંહ ઠાકોરના નામની જાહેરાત કરી દેવાઈ છે. આ તરફ ગાંધીનગર ઉત્તરમાં કોંગ્રેસમાંથી અજીતસિંહ વાસણ તથા નિશિત વ્યાસ વચ્ચે ટિકિટ માટે ખેંચતાણ છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર ઉત્તરમાં મુકેશ પટેલ, ગાંધીનગર દક્ષિણમાં દોલત પરમાર, દહેગામમાં સુહાગ પંચાલના નામની જાહેરાત કરાઈ છે.
અર્બુદાસેનાનું આજે શક્તિ પ્રદર્શન, કેજરીવાલ આવશે!
માણસા તાલુકાના ચરાડા ખાતે અર્બુદા સેના દ્વારા આજે શક્તિ પ્રદર્શન કરાશે. દૂધસાગર ડેરીના સ્થાપક માનસિંહ પૃથ્વીરાજ પટેલની જન્મ જયંતી નિમિતે મહાપંચાયત અને સમાજના સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરાયું છે. ચરાડા ખાતે માનસિંહભાઈ પૃથ્વીરાજ સ્ટેડિયમ આજે સવારે યોજાનારા કાર્યક્રમમાં એક લાખ લોકો એકઠા થવાની ધારણાં છે. ત્યારે અર્બુદાસેનાના આ શક્તિપ્રદર્શન સમયે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજરી આપે તેવી શક્યતા છે. આ અંગે આપ કે અર્બુદા સેના દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. પરંતુ દિલ્હીના મુખ્યમંત્રીની સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ દ્વારા આયોજન કરી લેવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.