પરિવારજનોને રાહત થઈ:દહેગામની સ્કૂલમાંથી રિક્ષાચાલકે બે બાળકોનું અપહરણ કર્યું, વિદ્યાર્થીઓ રિક્ષામાંથી કૂદીને હેમખેમ ઘરે પહોંચ્યા

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

દહેગામની એક સ્કૂલમાંથી આજે રીસેશનાં સમયે અજાણ્યો રિક્ષા ચાલક ધોરણ - 6 માં અભ્યાસ કરતા બે વિધાર્થીઓનું મોઢું દબાવીને કથિત રીતે અપહરણ કરી અમદાબાદ તરફ ભાગ્યો હોવાની બૂમરાણ ઉઠી હતી. જો કે બંને વિધાર્થીઓ અમદાબાદ કૃષ્ણનગર રોડ ઉપર નાટયાત્મક રીતે રિક્ષામાંથી કૂદી પડ્યા હતા અને એક રાહદારીની મદદથી પરિવારનો સંપર્ક કર્યો હતો. આમ બાળકો હેમખેમ મળી આવતાં પરિવારજનોને રાહત થઈ હતી.

દહેગામની એક સ્કૂલમાં ધોરણ - 6 માં અભ્યાસ કરતાં બે વિધાર્થીઓનું રીક્ષા ચાલકે કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હોવાની બૂમરાણ ઉઠતાં વાલીઓમાં દોડધામ મચી જવા પામી હતી. બન્ને વિધાર્થીઓ નિત્યક્રમ મુજબ આજે સ્કૂલે ગયા હતા. ત્યારે રીસેશનાં સમયે બંને વિધાર્થીઓ સ્કૂલના કેમ્પસમાં હતા. એ સમયે એક રીક્ષા ચાલક સ્કૂલમાં આવી ચડયો હતો. અને બંને વિધાર્થીઓનું કથિત રીતે અપહરણ કરીને અમદાવાદ નરોડા તરફ ભાગ્યો હતો.

આ બનાવની જાણ થતાં પરિવારજનો સ્કૂલ પર દોડી આવ્યા હતા. અને સ્કૂલ સંચાલકો સામે ગંભીર બેદરકારીનો આક્ષેપ કરીને માથાકૂટ કરવા લાગ્યા હતા. તો બીજી તરફ રિક્ષા ચાલકે કૃષ્ણનગર રોડ પર રિક્ષા ધીમી પાડતા વિધાર્થીઓ રિક્ષામાંથી કૂદીને ઉતરી પડ્યા હતા. બાદમાં એક રાહદારીની મદદથી પરિવારનો સંપર્ક કર્યો હતો. જેનાં પગલે પરિવારજનો તાબડતોબ ત્યાં પહોંચી ગયા હતા. અને બંનેને પરત લઈ આવ્યા હતા. આ મામલે દહેગામ પોલીસ મથકના પીઆઈ બી બી ગોયલે જણાવ્યું હતું કે, હજી સુધી પોલીસ મથકે કોઈ વાલી રજૂઆત કે ફરિયાદ કરવા આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...