ધરપકડ:વિદેશી દારૂ ભરીને અમદાવાદ તરફ જતી રીક્ષા અડાલજથી ઝડપાઈ, ચાલક સહિત રૂ.67 હજારનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્લાસ્ટિકની થેલીમાં ભરેલા વિદેશી દારૂનાં કવાર્ટર નંગ 141 મળી આવ્યા

ગાંધીનગરનાં કલોલ તરફથી વિદેશી દારૂના જથ્થા સાથે અમદાવાદ તરફ જતી રીક્ષાને અડાલજ અન્નપૂર્ણા સર્કલ પાસેથી ઝડપી લેવામાં આવી છે. જેમાં પોલીસ દ્વારા 142 નંગ દારૂના કવાર્ટર મળીને કુલ રૂપિયા 67 હજારનો મુદ્દામાલ જપ્ત કરી રીક્ષા ચાલક વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અડાલજનાં અન્નપૂર્ણા સર્કલ પાસે વોચ ગોઠવી

ગાંધીનગરનાં અડાલજ પોલીસ મથક ઈન્સ્પેક્ટર જે. એચ.સિંધવનાં માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો અડાલજ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. તે દરમિયાન જમાદાર આશિષકુમાર ધીરુંભાઈને બાતમી મળી હતી કે કલોલથી અમદાવાદ તરફ રીક્ષા (નંબર GJ01TS0883) માં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી થવાની છે. જેનાં પગલે પોલીસ સ્ટાફ દ્વારા અડાલજનાં અન્નપૂર્ણા સર્કલ પાસે વોચ ગોઠવી દેવામાં આવી હતી. તે દરમિયાન બાતમી મુજબની રીક્ષા આવી પહોંચતા તેને કોર્ડન કરીને અટકાવી દેવામાં આવી હતી. બાદમાં પોલીસે રીક્ષા ચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ સુનિલ રાજુભાઈ સલાટ ( રહે. કોતરપુર કાચા છાપરા, સરદારનગર, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું.

પાસ પરમીટ માગતા રીક્ષા ચાલક કોઈ સંતોષજનક જવાબ આપી શક્યો ન હતો

પોલીસે રીક્ષાની તલાશી લેતાં તેમાંથી પ્લાસ્ટિકની થેલીમાં ભરેલા વિદેશી દારૂનાં કવાર્ટર નંગ 141 મળી આવ્યા હતા. જેનાં વિશે પાસ પરમીટ માગતા રીક્ષા ચાલક કોઈ સંતોષજનક જવાબ આપી શક્યો ન હતો. જેનાં પગલે પોલીસે તેની ધરપકડ કરીને વિદેશી દારૂના 142 નંગ કવાર્ટર મોબાઇલ ફોન તેમજ રીક્ષા મળીને કુલ. 67 હજારની કિંમતનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...