તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:કલ્પતરૂ પાસેથી રિક્ષા, કોલવડામા 2 ઇકોના સાઇલેન્સરની ચોરી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધતા જતા ચોરીના બનાવોથી લોકો ચિંતિત
  • કર્મચારી રિક્ષા લઇને અપડાઉન કરતો હતો

સેક્ટર 28 જીઆઇડીસીમાં આવેલી કલ્પતરૂ કંપનીમાં રીક્ષા લઇને આવતા ઓપરેટરની રીક્ષાની ચોરી થઇ છે. જ્યારે કોલવડામા એક જ રાતમા બે ઇકો કારના સાઇલેન્સરની ચોરી થયાની ફરિયાદ સેક્ટર 21 પોલીસ મથકમાં નોંધાઇ છે.

મળતી માહિતી મુજબ જીતેન્દ્રસિંહ કરણસિંહ વાઘેલા (રહે, વાણિયાવાસ, પીંપળજ) સેક્ટર 28 જીઆઇડીસીમા આવેલી કલ્પતરૂ કંપનીમાં ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. ત્યારે તેઓ કંપનીમા આવન જાવન માટે બજાજ કંપનીની રીક્ષા નંબર જીજે 18 એટી 6732 ઉપયોગ કરતા હતા. બપોરની પાળીમા નોકરી માટે રીક્ષા લઇને આવ્યા હતા. જ્યારે રાત્રે ઘરે પરત જવાના સમયે રીક્ષા લેવા જતા જોવા મળી ન હતી. 25 હજારની કિંમતની રીક્ષા ચોરીની ફરિયાદ સેક્ટર 21 પોલીસ મથકમા નોંધાવી હતી.

બીજી તરફ અર્જુનસિંહ જાલમસિંહ પરમાર (રહે, કોલવડા ગામ)એ ફરિયાદ નોંધાવી હતી કે, પેસેન્જરની હેરાફેરી માટે ઇકો કાર વસાવી છે. ત્યારે રાત્રે ઇકો કારને ઘર સામે પાર્ક કરી સુઇ ગયા હતા. જ્યારે બીજા દિવસે કાર ચાલુ કરી તે સમયે અવાજમાં ફેરફાર જોવા મળતા જોયુ તો તેનુ સાઇલેન્સર જોવા મળ્યુ ન હતુ.

ગામમાથી જ વિનુજીની ઇકો કારનુ સાઇલેન્સરની ચોરી થઇ હતી. એક જ ગામમાંથી બે ઇકો કારના સાઇલેન્સર કિંમત 30 હજારની ચોરીની ફરિયાદ પેથાપુર પોલીસ મથકમા નોંધાતા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...