કાર્યવાહી:સિવિલ, કલેક્ટર કચેરી પાસેથી રીક્ષા, ડેન્ટલ કોલેજમાંથી બાઇકની ચોરી

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોરીની ફરિયાદ કરાતા પોલીસે કાર્યવાહી કરી

પાટનગરમા સિવિલના પાર્કિંગમાંથી અને કલેક્ટર કચેરીઆ ગેટ આગળથી રીક્ષા ચોરી થઇ છે. જ્યારે ઉવારસદમા આવેલી ડેન્ટલ કોલેજના પાર્કિંગમા઼થી બાઇકની ચોરી થઇ છે. વાહન ચોરીની ફરિયાદ કરવામા આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.ચિરાગ ભરતભાઇ રાવળ ચાર વર્ષથી ડેન્ટલ કોલેજમા નર્સિગ સ્ટાફ તરીકે ફરજ બજાવે છે.

નોકરી ઉપર આવવા જવા બાઇકનો ઉપયોગ કરે છે. સવારે બાઇક લઇને યુનિવર્સિટીમા ગયો હતો અને બાઇકને પાર્કિંગમા મુક્યુ હતુ. બપોરના સમયે બાઇક લેવા જતા જોવા નહિ મળતા બાઇકની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.સેક્ટર 24મા રહેતા રાજુભાઇ હિરાભાઇ મકવાણા રીક્ષા ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવે છે. ત્યારે તેમની રીક્ષા લઇને કલેક્ટર કચેરી સામેના ગેટ આગળ રીક્ષા મુકીે ચોથા માળે કલરકામ ચાલતુ હોવાથી ત્યાં ગયો હતો પરત આવ્યો ત્યારે રીક્ષા મળી ન હતી.

અન્ય સમાચારો પણ છે...