તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇમાનદારી:રોકડા 30 હજાર ભરેલુ પાકિટ પરત કરી ગાંધીનગરના યુવાને ખુદ્દારી અને ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું

ગાંધીનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગાંધીનગર આવેલા પૂર્વ લેફ્ટનન્ટ કર્નલનું ખોવાયું હતુ પાકિટ
 • પુના સુધી ઈમાનદારીની સુવાસ ફેલાવનાર યુવકનું ગાંધીનગર પોલીસે સન્માન કર્યું

પુનાથી ગાંધીનગર આવેલા પૂર્વ લેફ્ટનન્ટ કર્નલનું પાકિટ ગાંધીનગરના યુવાને પરત કરતાં યુવાનની ઇમાનદારીના વખાણ પુના સુધી થયા હતા. જ્યારે ગાંધીનગરનું નામ મહારાષ્ટ્ર સુધી ગૂંજતું કરનાર અજીતકુમાર ઠાકોરનું સિનિયર સિટીઝનની ઉપસ્થિતિમાં સેક્ટર-21 પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા બહુમાન કરી તેની પ્રમાણિકતાને બિરદાવી હતી.

"ફળની ઈચ્છા તો માત્ર કમજોર વ્યક્તિ જ કરે છે બાકી સાહસિક વ્યક્તિ કર્મ જ કરે છે" ઓશોના આ વિચારને ગાંધીનગરનાં યુવાને સાર્થક કરી બતાવ્યું છે. વાત એવી બની હતી કે, મહારાષ્ટ્રના પુનામાં રહેતા પૂર્વ લેફ્ટનન્ટ કર્નલ એસ.વી.એસ.એ. પ્રસાદ પોતાની દીકરીને ઉવરસાદની યુનાઇટેડ વર્લ્ડ ઇન્સ્ટિટયૂટ ખાતે મુકવા માટે ગાંધીનગર આવ્યા હતા. પુત્રીને ઈન્સ્ટીટયૂટમાં મૂકી પૂર્વ લેફ્ટનન્ટ કર્નલ ઉવારસદથી ચિંલોંડા કેન્ટોન્મેન્ટ ખાતે જઈ રહ્યા હતાં. ત્યારે રસ્તામાં 30 હજાર રોકડા તેમજ અગત્યના દસ્તાવેજો સાથેનું પાકિટ ક્યાંક પડી ગયું હતું. તેમના પર્સમાં ખુબ જ અગત્યના દસ્તાવેજો હોવાથી તેઓ પરેશાન થઇ ગયા હતા. ગાંધીનગરના અટપટા રસ્તાઓથી સાવ અજાણ પૂર્વ લેફ્ટનન્ટ કર્નલે ખોવાયેલું પાકિટ શોધવા ઘણી શોધખોળ કરી હતી, છતાં ક્યાંય ન મળી આવતા ગાંધીનગર સેક્ટર 21 પોલીસના દ્વારે પહોંચ્યા હતા.

સેક્ટર-21 પોલીસ ઈન્સ્પેક્ટરે યુવાનને બહુમાન કરી તેની પ્રમાણિકતા બિરદાવી
સેક્ટર-21 પોલીસ ઈન્સ્પેક્ટરે યુવાનને બહુમાન કરી તેની પ્રમાણિકતા બિરદાવી

સેક્ટર-21 પોલીસ ઈન્સ્પેક્ટર એમ.બી.ભરવાડે તુરંત ટીમ રવાના કરી
પૂર્વ લેફ્ટનન્ટ કર્નલની આપવીતી સાંભળી સેક્ટર 21 પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એમ.બી ભરવાડે તુરંત એક ટીમ બનાવી હતી. એ.એસ.આઇ. દિનેશભાઈ દેવજીભાઈ, એ.એસ.આઇ. પ્રવિણસિંહ જીલુંસિંહ અને કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ પ્રજાપતિની ટીમ પૂર્વ લેફ્ટનન્ટ કર્નલને લઈ ખોવાયેલું પાકિટ શોધવા માટે ગાંધીનગરના રસ્તાઓ ખૂંદી વળી હતી. ઘણી શોધખોળ કરવા છતાં પણ પાકિટ મળી ન આવતા પોલીસ ટીમે કંટ્રોલ રૂમમાં જઈ સીસીટીવી ફૂટેજની ઝીણવટપૂર્વક તપાસ આદરી હતી. પરંતું તેમાં પણ ભાળ ન મળતાં આખરે પૂર્વ લેફ્ટનન્ટ કર્નલ ચિલોડા ખાતે કેન્ટોનમેન્ટ ગેસ્ટ હાઉસ પર જતા રહ્યા હતા.

પૂર્વ લેફ્ટનન્ટ કર્નલ એસ.વી.એસ.એ. પ્રસાદ
પૂર્વ લેફ્ટનન્ટ કર્નલ એસ.વી.એસ.એ. પ્રસાદ

પૂર્વ લેફ્ટનન્ટ કર્નલ યુવાનની ઈમાનદારીથી ગદગદિત થયા
પૂર્વ લેફ્ટનન્ટ કર્નલનું ખોવાયેલુ પાકિય ચિલોડા રોડ પરથી ગાંધીનગરના વીરા તલાવડી ગામે રહેતા અને નરોડામાં કલરની ફેક્ટરીમાં કામ કરતાં 25 વર્ષીય અજીતકુમાર વિષ્ણુજી ઉદાજી ઠાકોરને બિનવારસી હાલતમાં મળ્યું હતું. જેમાં 30 હજાર રોકડા અને જરૂરી દસ્તાવેજ હતા, અચાનક પોતાના હાથમાં રૂપિયા ભરેલું પાકિટ આવતા અજીત ઠાકોર આશ્ચર્યચકિત થઇ ગયો હતો. જોકે, પૈસા જોઈને ક્ષણભર પણ વિચલિત થયાં વિના તેણે પાકિટમાંથી મળી આવેલ નંબરના આધારે પૂર્વ કર્નલ શ્રી પ્રસાદને ફોન કરીને પાકિટ મળ્યાની જાણ કરી હતી. ખોવાયેલા પાકિટની અચાનક ભાળ મળી આવવાની ખુશી સાથે શ્રી પ્રસાદે યુવક પાસે જવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ ખુદ્દારી અને ઈમાનદારીથી ભરેલા અજીતકુમાર ઠાકોરે પૂર્વ લેફ્ટનન્ટ કર્નલ કેન્ટોનમેન્ટ જ રોકાવાનું કહી ત્યાં પહોંચી ગયો હતો અને હાથો હાથ રૂપિયા ભરેલું પાકિટ પરત કર્યું હતું. અજીત કુમારની ઇમાનદારીથી ગદગદિત થઈ શ્રી પ્રસાદે પાકિટમાંથી પાંચ હજાર રોકડા પુરસ્કાર સ્વરૂપે આપવાની તૈયારી પણ દર્શાવી હતી. જોકે, પરસેવાની કમાણીના રૂપિયાની ખેવના સાથે જીવતા અજીત કુમાર પાંચ હજાર લેવાની ના પાડીને ત્યાંથી નીકળી ગયો હતો.

પાકિટ પરત કરનાર યુવક અજીતકુમાર ઠાકોર
પાકિટ પરત કરનાર યુવક અજીતકુમાર ઠાકોર

ઈમાનદારીની સુવાસ સાથે શ્રી પ્રસાદ પુના પરત ફર્યા
પુનાથી ગાંધીનગર મુકામે આવેલ પૂર્વ લેફ્ટનન્ટ કર્નલ શ્રી પ્રસાદ વીરા તલાવડીના અજીતકુમાર ઠાકોરની ખુદ્દારી અને ઈમાનદારીનું ભાથું બાંધીને પરત પુના ફર્યા હતાં. જોકે, પુના જતાં પહેલા તેમણે ગાંધીનગરના યુવાનની ઈમાનદારી બિરદાવીને સેક્ટર-21 પી.આઈ એમ.બી. ભરવાડ તરફથી મળેલાં સહયોગને સો સો સલામ કર્યા હતા. જ્યારે ગાંધીનગરનું નામ મહારાષ્ટ્ર સુધી ગૂંજતું કરનાર અજીતકુમાર ઠાકોરનું સિનિયર સિટીઝનની ઉપસ્થિતિમાં પી.આઇ એમ.બી ભરવાડ દ્વારા બહુમાન કરી તેની પ્રમાણિકતાને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો