તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:જળ સંપત્તિ વિકાસ નિગમના નિવૃત્ત કર્મીને રજા રોકડમાં રૂપાંતરના લાભથી વંચિત

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મળવાપાત્ર લાભ ન મળતાં આર્થિક હાલત કપરી બની
  • કર્મચારી હિતવર્ધક સમિતિએ CMને લેખિત રજૂઆત કરી

જળ સંપત્તિ વિકાસ નિગમમાંથી ગત વર્ષ-2018માં વય નિવૃત્ત થયેલા કર્મચારીઓને ગ્રેજ્યુઇટી અધિનિયમનની જોગવાઇ છતાં સતામાં પગારપંચ અન્વયેના રજા રોકડમાં રૂપાંતરના લાભથી વંચિત રાખવામાં આવ્યા છે. કર્મચારીઓ માટે પેન્શન યોજના નહી હોવાથી ગ્રેજ્યુઇટીની રકમની બચતના વ્યાજમાંથી પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. આથી મળવાપાત્ર ગ્રેજ્યુઇટીની રકમ આપવાની માંગણી સાથે ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ કર્મચારી હિતવર્ધક સમિતિએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

રાજ્યના વિવિધ વિભાગોમાંથી ખેડુતોને સિંચાઇ માટે પાણી પુરૂ પાડતા વિભાગ ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમના નિવૃત્ત કર્મચારીઓને ગ્રેજ્યુઇટીની રકમ નહી મળતા હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ કર્મચારી હિતવર્ધક સમિતિના મહામંત્રી એસ.કે.પટેલે જણાવ્યું છે કે ગ્રેજ્યુઇટી અધિનિયમ-1972ની જોગવાઇઓનો અમલ કરવાનું કાયદેસર અને ફરજીયાત છે. તેનો અમલ કરવામાં આવે નહી તો કાયદાકીય પ્રશ્નો ઉદ્દભવવાની શક્યતા રહેલી છે.

ત્યારે નિગમની કચેરીમાંથી ગત વર્ષ-2018માં નિવૃત્ત થયેલા અધિકારીઓ અને કર્મચારીઓને મળવાપાત્ર ગ્રેજ્યુઇટી અધિનિયમની જોગવાઇઓ તથા સાતમા પગાર પંચ અંતર્ગત પ્રાપ્ત રજા રોકડમાં રૂપાંતરના લાભથી વંચિત રાખ્યાના આક્ષેપો કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમના કર્મચારીઓને અન્ય સરકારી કર્મચારીઓની જેમ પેન્શન યોજનાનો લાભ મળતો નથી.

આથી નિવૃત્તિ પછી મળવાપાત્ર ગ્રેજ્યુઇટી અને પ્રાપ્ત રજાના રોકડમાં રૂપાંતરની મળવાપાત્ર રકમની બચત કરીને તેમાંથી મળતા વ્યાજની રકમમાંથી જીવન નિર્વાહનો આધાર રહેલો છે. આથી કેન્દ્ર સરકારની શ્રમ અને રોજગાર મંત્રાલયની અધિસુચના અંતર્ગત રૂપિયા 20 લાખની મહત્તમ મર્યાદામાં મંજુર કરવાની માગ કરી.

અન્ય સમાચારો પણ છે...