તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ખોરજ ખાતે નિવૃત્ત DySPને 13મા માળેથી ફેંકી દેવાની ધમકી અપાઈ

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પોલીસે સમગ્ર મુદ્દે 4 સામે ગુનો નોંધી કાર્યવાહી કરી
 • ફ્લેટનું રિનોવેશન કામ અટકાવતા સોસાયટીના રહીશે ધમકી આપી

ખોરજ સ્થિત બાલાજી વિન્ડ પાર્ક સોસાયટીમાં ફ્લેટના રિનોવેશન મુદ્દે માથાકુટ બાદ નિવૃત્ત ડીવાયએસપીને જાનથી મારી નાખવાની ધમકી મળતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નિવૃત્ત ડીવાયએસપી સુરેશચંદ્ર ગોવિંદભાઈ બરોચીયા બાલાજી વિન્ડ પાર્કમાં બી-803 નંબરના મકાનમાં રહે છે, તેઓ સોસાયટીમાં કમિટિ મેમ્બર છે. અઠવાડિયા પહેલા તેમના બ્લોકનો 1304 નંબરનો ફ્લેટ ટેરેસ સહિત અંકિત ગિરીશભાઈ પટેલે લીધો છે. બાલાજી વિન્ડ પાર્કની સામે જ ગાલા હેવન સોસાયટીમાં રહેતાં અંકિત પટેલે ફ્લેટમાં રિનોવેસનનું કામ ચાલુ કર્યું હતું અને તેની ઈંટો ટેરેસ પર રાખી હતી. જે બાબતે નિવૃત્ત ડીવાયએસપીએ સોસાટીના ચેરમેન-સેક્રેટરીને જાણ કરીને ફ્લેટનું રિનોવેશન કામ અટકાવ્યું હતું અને ટેરેસ પરથી ઈંટો ખસેડાવી હતી.

જે બાદ 24 ડિસેમ્બરે ચેરમેનના કહેવાથી ટેરસના 3 દરવાજે લોક મારી દીધું હતું. 26 ડિસેમ્બરના રોજ તેઓ પોતાના બ્લોક નીચે ઉતરીને બહાર જતા હતા ત્યારે અંકિત પટેલ અને બીજા 3 અજાણ્યા શખ્સો ઉભા હતા. જેઓ નિવૃત્ત ડીવાએસપી પર ઉશ્કેરાઈ ગયા હતા. જેઓએ ‘અમને જાણ કર્યા વગર ફ્લેટનું રિનોવેશન કામ કેમ બંધ કરાવ્યું છે. આ ટેરસ અમે 10 લાખમાં ખરીદેલ છે અને અમારી માલિકીની છે. આજ પછી આ ટેરસ પર તું આવતો નહીં, નહીંતર 13 માળેથી નીચે ફેંકી દઈ’ ગાળાગાળી કરી હતી. નજીકમાંથી સિક્યુરિટીના માણસો આવી જતા 4 લોકો કાર લઈને જતા રહ્યાં હતા. જેને પગલે નિવૃત્ત ડીવાએસપીએ સમગ્ર મુદ્દે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અંકિત પટેલ સહિત 4 સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો