તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપીલ:કોરોનાથી બંધ કરાયેલી સ્થાનાંતરિત શ્રમિકો માટેની શ્રમિક અન્નપૂર્ણા યોજના ફરી શરૂ કરો

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મજૂર વર્ગ અને ઉદ્યોગ નિરીક્ષકોએ સરકાર સમક્ષ કરેલી અપીલ
  • સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને સમુદાય રસોડાં ખોલવા આદેશ આપ્યો છે

કોરોનાની બીજી વેવનો અંત આવી રહ્યો છે અને ત્યારે હવે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ, ઉદ્યોગો અને બાંધકામ સાઇટ્સને ફરીથી પ્રારંભ કરવાનો સમય છે ત્યારે મજૂર વર્ગ અને ઉદ્યોગ નિરીક્ષકોએ અપીલ કરી છે કેે રાજ્યના કડીયા નાકા પર જરૂરિયાતમંદ સ્થાનાંતરિત કામદારો અને વ્યક્તિને શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ પૌષ્ટિક સંપૂર્ણ ભોજન આપવાનું શરૂ કરવુ જોઈએ સ્થાનાંતરિત મજૂરોની દુઃખદ સ્થિતિને જોતા સુપ્રીમ કોર્ટે 24 મી મે 2021ના રોજ આદેશ આપ્યો છે જેમાં દરેક રાજ્યો,/ કેન્દ્ર શાસિત પ્રદેશોને તાત્કાલિક ધોરણે સમુદાય રસોડાઓ સ્થાપવા અને આ યોજનાઓનો રાજ્ય મુજબનો પ્રચાર કરવા નિર્દેશ આપ્યો હતો.

જુલાઇ 2017માં વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે રાજ્યવ્યાપી શ્રમિક અન્નપૂર્ણા યોજનાની ઘોષણા કરી હતી અને અસંગઠિત ક્ષેત્રમાં બાંધકામ કામદારોને ગરમ પૌષ્ટિક સંપૂર્ણ ભોજન બાંધકામ સ્થળોમાં જ દીઠ રૂ.10 માં આપવાનું આયોજન કર્યું હતું જેમાં 24000થી વધુ મજૂરોને તેનો લાભ મળ્યો હતો.

પણ રાજ્ય સરકાર દ્વારા કોવિડને કારણે 1 વર્ષથી તમામ 100 અન્નપૂર્ણા ફૂડ સ્ટોલ બંધ કરી દેવાયા છે અને હવે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને તંદુરસ્ત સમુદાય રસોડાને ફરી શરૂ કરવા આદેશ આપ્યો છે ત્યારે ગુજરાત સરકારે શ્રમિક અન્નપૂર્ણા યોજનાને ફરી શરૂ કરવા પુનર્વિચારણા કરવી જોઈએ .જોકે વડાપ્રધાને દિવાળી સુધી 800 મિલિયન લોકોને નિ: શુલ્ક રાશન આપવા જાહેરાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...