તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીની લાઇન લિકેજ:જૂનાં સેક્ટરોના રહીશોને આજે ધીમા ફોર્સથી પાણી મળશે

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
જૂના સેક્ટરોમાં પાણી પુરુ પાડતા ચરેડી વોટર વર્કસમાં મેઈન લાઈનનું ફ્લેન્જનું પેકિંગ તૂટી જતા રિપેરકામ ચાલુ હોઈ આજે પાણી ધીમુ મળશે. - Divya Bhaskar
જૂના સેક્ટરોમાં પાણી પુરુ પાડતા ચરેડી વોટર વર્કસમાં મેઈન લાઈનનું ફ્લેન્જનું પેકિંગ તૂટી જતા રિપેરકામ ચાલુ હોઈ આજે પાણી ધીમુ મળશે.
 • ચરેડી વોટર વર્ક્સની મેઇન લાઇનના ફ્લેન્જનું પૅકિંગ તૂટી જતાં રિપેરકામથી

શહેરના જૂના સેક્ટર્સ એટલે સે-16થી 30માં રવિવારે ધીમા ફોર્સથી પાણી આવે તેવી શક્યતા છે, જેના કારણે આ વિસ્તારના રહીશોને હાલાકી ભોગવવી પડશે. શહેરના જૂના વિસ્તારોમાં પાણીનો પુરવઠો પૂરો પાડતા ચરેડી વોટર વર્ક્સમાંથી પાણીની મેઇન લાઇનના ફ્લેન્જનું રબરનું પૅકિંગ તૂટી ગયું હતું. જેનું સમારકામ ચાલુ કરાયું છે. આ કારણે રવિવારે સેક્ટર-16થી 30માં ઓછા દબાણથી પાણી આવી શકે છે.

ગાંધીનગરની રચના થઈ ત્યારે વસાહતીઓને પાણી પૂરું પાડવા માટે ચરેડી ખાતે પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. જેના થકી જ શહેરમાં પાણી પહોંચાડવામાં આવતું હતું. ત્યાર બાદ પાણીની બુમો પડતાં સે-5 અને સરીતા ઉદ્યાન ખાતે પાણીની ટાંકી બનાવીને નવાં સેકટરોમાં પૂરતા પ્રેશરથી પાણી પહોંચાડાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો