તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:જિલ્લાવાસીઓ કોરોનાના કકળાટ વચ્ચે આજે નવા વર્ષની ઉલ્લાસભેર ઉજવણી કરશે

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાની પરવા વિના દિપાવલીના દિવસે લોકોએ મન મૂકીને ફટાકડા ફોડ્યા

કોરોનાના કકળાટ વચ્ચે જિલ્લાવાસીઓ નવા વર્ષની ઉલ્લાસભેર ઉજવણી કરશે. દિવાળીએ યુવાનો અને બાળકોએ મનમુકીને ફટાકડા ફોડીને પર્વની ઉજવણી કરી હતી. જોકે રાત્રીના 8થી 10 કલાક સુધીને બદલે લોકો મધ્યરાત્રીએ પણ ફટાકડા ફોડતા જોવા મળ્યા હતા.

દિપાવલીનો પર્વ આનંદ અને ઉલ્લાસના તહેવારને ચાલુ વર્ષે કોરોનાનું ગ્રહણની અસર દરેક ક્ષેત્રમાં જોવા મળતી હતી. ઉપરાંત ચાલુ વર્ષે દિપાવલીના તહેવારો પણ તિથીને આધારે હોવાથી સાથે આવતા હતા. તેજ રીતે બેસતુંવર્ષ અને ભાઇબીજ પણ એક જ દિવસે હોવાથી રવિવાર પડતર દિવસ રહ્યો હતો. આથી કોરોનાની મહામારીને પગલે દિવાળી અને નવાવર્ષની વચ્ચે સામાજિક અંતર હોવાના મેસેજ પણ સાોશિયલ મિડિયામાં ફરતા થયા હતા.

દિપાવલી પર્વ નિમિત્તે રાત્રીના 10થી 12 કલાક સુધી ફટાકડા ફોડવાનો રાજ્ય સરકારે નિયમ બનાવ્યો હતો. પરંતુ તેમ છતાં તેની અમલવારી નહી થતાં મધ્યરાત્રી સુધી ફટાકડા જિલ્લાવાસીઓએ ફોડ્યા હતા. જોકે છેલ્લી ઘડીએ ખરીદી નિકળતા ફટાકડા નહી વેચાય તેવી વેપારીઓની ધારણા ખોટી પડી હતી. આથી ફટાકડાની દુકાનો ખાલીખમ થઇ ગઇ હતી. દિપાવલી પર્વ નિમિત્તે મંદિરોમાં દિપમાળા અને લાઇટીંગની રોશનીથી શણગારાયા હતા.

જિલ્લાવાસીઓએ મંદિરમાં તેમજ ઘરે પૂજા અર્ચના કરી હતી. જ્યારે નવા વર્ષની ઉજવણીને લઇને તમામ પ્રકારની તૈયારીઓ કરી દીધી હતી. જોકે રવિવારે પડતર દિવસ હોવાથી મહિલાઓને નવાવર્ષની ઉજવણી માટે પુરતો સમય મળી રહ્યો હતો. નવાવર્ષ નિમત્તે મંદિરોમાં અન્નકુટ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે જિલ્લાવાસીઓ નવાવર્ષની સલામતી પૂર્વક ઉજવણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો