બાંહેધરી મગાતાં છૂપો રોષ:પોલીસ કર્મીઓ પાસે ભથ્થું રદ કરી પબ્લિક સિક્યુરિટી ઇન્સેન્ટિવ અંગે બાંહેધરી માંગી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ કર્મીઓના વિરોધ વચ્ચે હવે બાંહેધરી મગાતાં છૂપો રોષ

રાજ્યના પોલીસ કર્મચારીઓ દ્વારા ગ્રેડ પે વધારાની માંગ કરવામા આવી રહી છે. ગ્રેડ પે વધારાની માંગ નહિ સંતાષાતા આંદોલન કરાયુ હતુ, પરિણામે સરકારે પોલીસ કર્મચારીઓના ભથ્થાઓમા વધારો કર્યો છે. સરકારે પોલીસ કર્મચારીઓ માટે 500 કરોડનુ બજેટ ફાળવ્યા બાદ પણ હજુ પોલીસ કર્મચારીઓમા સંતોષ જોવા મળતો નથી અને તેમની સાથે છેતરપિંડી કરવામા આવી હોવાનુ કહી રહ્યા છે. તેવા સમયે સોશિયલ મીડીયામા એક ફોર્મ વાઇરલ કરાયુ છે.

જેમાં પોલીસ કર્મચારીઓ પાસે ભથ્થુ રદ કરી પબ્લિક સિક્યુરીટી ઇન્સેન્ટીવ આપવામા આવતા ખુશ હોવાની બાહેધરી માંગવામા આવી રહી છે. પોલીસ કર્મચારીઓ દ્વારા ગ્રેડ પે બાબતે આંદોલન કરતા સરકારના પગે પરસેવો ઉતરી આવ્યો હતો. ગત વર્ષે આંદોલનનો આરંભ કરાયો હતો. ત્યારથી પોલીસ કર્મચારીઓ દ્વારા એક યા બીજા પ્રકારે આંદોલન કરવામા આવી રહ્યુ છે.

છેલ્લે આપ નેતા અરવિંદ કેજરીવાલે પોલીસ કર્મચારીઓને ગ્રેડ પે આપવાની જાહેરાત કર્યા પછી સરકારે પાછી પાની કરી હતી અને બીજા જ દિવસે પોલીસ કર્મચારીઓની માંગ ઉપર અમલ શરુ કર્યો હતો. જ્યારે પોલીસ કર્મચારીઓના ભથ્થા વધારવાની જાહેરાત કરાઇ છે. ત્યારબાદ પોલીસ કર્મચારીઓ પાસે બાંહેધરી માંગતો પત્ર સોશિયલ મીડીયામા વાઇરલ થઇ રહ્યો છે. જેમા બાંહેધરી પત્રમા જણાવ્યુ છેકે, પોલીસ કર્મચારીને આપવામા આવતુ સ્પેશ્યલ પે રદ કરવામા આવેલ છે.

અને તેના બદલામા જાહેર સુરક્ષા પ્રોત્સાહન (પબ્લિક સિક્યુરીટી ઇન્સેન્ટીવ) તરીકે જે રકમ નક્કી કરવામા આવી છે, તેનાથી અમને સંતોષ છે. ફિક્સ રકમ પર અન્ય કોઇ પ્રકારના ભથ્થા મળવાપાત્ર થશે નહિ તેની અમને ખબર છે અને તે બાબતે અમને કોઇ વાંધો વિરોધ નથી. જ્યારે આ પ્રકારના લાભ લેવા ભવિષ્યમા કોઇ દાવો કરીશુ નહિ. આમ પોલીસ કર્મીઓ પાસે ભથ્થુ રદ કરી પબ્લિક સિક્યુરીટી ઇન્સેન્ટીવ અંગે બાંહેધરી માંગી હતી. આથી પોલીસ કર્મીઓના વિરોધ વચ્ચે હવે બાંહેધરી મગાતાં છુપો રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...