નારાજગી:ગાંધીનગરમાં રવિવારે રખાયેલી ચૂંંટણી કામગીરી માટેની તાલીમ રદ કરવા માગ

ગાંધીનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે લગ્ન વધુ હોવાથી તેજ દિવસે તાલીમ રખાતા નારાજગી

અગાઉથી લગ્નના મુર્હુત મુજબ તારીખ 27મી, રવિવારે મોટી સંખ્યામાં લગ્ન પ્રસંગો છે. જ્યારે આજ દિવસે ગાંધીનગર ઉત્તર અને દક્ષિણની બેઠકની ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓની તાલીમ રાખવામાં આવી છે. આથી કર્મચારીઓની તાલીમ ચાલુ દિવસે રાખવાની માંગણી સાથે શિક્ષકોએ જિલ્લા ચૂંટણી અધિકારીને રજુઆત કરી છે.

હાલની વિધાનસભાની ચુંટણી અને લગ્નના મુહૂર્ત સાથે જ હોવાથી કર્મચારીઓની હાલત કફોડી બની રહી છે. જેને પરિણામે ચુંટણીની કામગીરીમાંથી મુક્તિ મેળવવા માટે કર્મચારીઓની દોડધામ તો વધી જવા પામી છે. ઉપરાંત લગ્ન પ્રસંગ હોવાથી ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને બદલે અન્ય કર્મચારીઓ લાવવાના નિયમને પગલે કર્મચારીઓની હાલત કફોડી બની રહી છે.

ત્યારે આગામી તારીખ 27મી, નવેમ્બરના રોજ લગ્નમુહૂર્ત વધારે હોવાથી પુષ્કળ લગ્ન પ્રસંગો છે. જ્યારે બીજી તરફ જિલ્લાની ઉત્તર અને દક્ષિણ વિધાનસભા બેઠકની ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓની તાલીમ રાખવામાં આવી છે. આથી આવા કર્મચારીઓની હાલત કફોડી બની રહી છે.

જોકે લગ્નના મુહૂર્ત અગાઉથી નક્કી કર્યા હોવાથી ચુંટણીની કામગીરીના ભાગરૂપે તાલીમનું આયોજન કરીને કર્મચારીઓને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનું કર્મચારીઓએ જણાવ્યું છે. આથી લગ્ન મુહૂર્તને ધ્યાનમાં રાખીને તારીખ 27મી, નવેમ્બર, રવિવારની ઉત્તર અને દક્ષિણ વિધાનસભા સીટની ચુંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓની તાલીમ અન્ય તારીખમાં રાખવામાં આવે તેવી માંગણી સાથે કર્મચારીઓએ રજૂઆત કરી છે.

ઉલ્લેખનીય છે કે ચૂંંટણીની તાલીમમાં ભાગ નહી લેનાર શિક્ષક સહિતના કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવે છે. આથી કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને વિધાનસભાની ઉત્તર અને દક્ષિણ સીટની ચૂંંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓની તાલીમ અન્ય દિવસોમાં રાખવાની માંગણી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...