માંગણી:જિલ્લા પંચાયતના 10 માળના બિલ્ડિંગ માટે ગ્રાન્ટ ફાળવવા માગ

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકાન 4 દાયકા જુનું હોવાથી જર્જરિત બન્યું છે

જિલ્લા પંચાયતનું 43 વર્ષ જુનું બિલ્ડીંગ જર્જરીત હોવાનું પ્રમાણપત્ર મળી ગયું હોવાથી બેસવા લાયક નથી. આથી આજ જગ્યા ઉપર દસેક માળનું નવા બિલ્ડીંગના નિર્માણ માટે ગ્રાન્ટ આપવાની માંગણી સાથે જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેને મુખ્યમંત્રીને રજુઆત કરી છે.ગાંધીનગરના જિલ્લા પંચાયતનું જ બિલ્ડીંગ જર્જરીત છે. નગરના સેક્ટર-17માં આવેલું જિલ્લા પંચાયતનું બિલ્ડીંગ 43 વર્ષ જુનું હોવા છતાં તેમાં બેસવા અધિકારીઓ અને કર્મચારીઓ મજબુર છે. જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગ માટે જગ્યા ફાળવવાને લઇને બાઇ બાઇ ચારણી જેવી સ્થિતિ બની રહી છે.

ત્યારે જીવના જોખમે જિલ્લા પંચાયતની વિવિધ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. છેલ્લા એકાદ વર્ષથી જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગ માટે નવી જગ્યા મનપા વિસ્તારમાં ફાળવવામાં આવતી નથી. ત્યારે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન અનિલ પટેલે નવા બિલ્ડીંગ માટે રસ દાખવીને માંગણી કરવામાં આવી છે. જેમાં હાલમાં જે બિલ્ડીંગમાં કાર્યરત ગાંધીનગર જિલ્લા પંચાયતનું બિલ્ડીંગ જર્જરીત હાલતમાં છે. ઉપરાંત જગ્યા ખૂબ જ નાની હોવાથી મુલાકાતીઓ સહિતને અવર જવરમાં તકલીફ પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...