તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:જિલ્લામાં મુસ્લિમ સમાજની પડતર માગણીઓ મુદ્દે CMને રજૂઆત

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સે-29માં જ બિસમાર રોડ-રસ્તાઓે રિપેરિંગ માગ કરાઈ
  • પૂર્વ કોર્પોરેટર રોશનબેન પરમારે કબ્રસ્તાન માટેની જમીન સહિતની માંગણીઓ અંગે પત્ર લખ્યો

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વસતા મુસ્લિમ સમાજના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રીને રજૂઆત થઈ છે. પૂર્વ કોર્પોરેટર રોશનબેન યુસુફભાઈ પરમા દ્વારા આ અંગે લેખિત રજૂઆત કરાઈ છે, જેમાં રજૂઆત કરાઈ છે કે મનપા વિસ્તારમાં અંદાજે 20 હજાર જેટલી મુસ્લિમ વસ્તી છે. જેમાંથી અનેક સરકારી, અર્ધ સરકારી પદો પર ફરજો બજાવે છે.

મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી જોડાયેલ હોય તેવી કબ્રસ્તાનની જમીનનો અભાવ છે, જે મુદ્દે સમાજ દ્વારા વારંવાર રજૂઆત અને દરખાસ્ત કરાય છે. કોરોનાકાળમાં મોતની સંખ્યા વધતાં ચરેડી કબ્રસ્તાનમાં જમીન ખૂટી પડી છે જેને પગલે નવી કબ્રસ્તાનની જમીન ફાળવા સમાજની માંગણી છે. બીજી તરફ કબ્રસ્તાનને લગતી સબવાહીની ફાળવવા મનપામાં અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય લેવાતો ન હોવાની આક્ષેપ રજૂઆતમાં થયો છે. આ સાથે કોમ્યુનિટી હોલની જમીનની માંગણી પણ લાંબા સમયથી પડતર છે.

આ સાથે તેઓએ રજૂઆત કરી છે કે મનપા હસ્તકના રંગમંચોમાં મુસ્લિમ સમાજના લોકોને પ્રસંગો પાત નોનવેજ જમવા-જમાવડ માટે પરવાનગી અપાતી નથી. આ પરિવારની કયા કારણોસર અને કેમ નથી અપાતી તે જાણીને જણાવવા સીએમને પત્રમાં લખાયું છે. સે-29માં ગટર ઉભરાવવાની સમસ્યાથી અમનપાર્ક સહિતની વિસ્તારમાં લોકો એક વર્ષથી હાલાકી ભોગવી રહ્યાં છે. આ સાથે સે-29માં જ બિસમાર રોડ-રસ્તાઓને રિ-સર્ફેસ કે રીપેરિંગ કરવાની રજૂઆત પણ કરાઈ છે પરંતુ તે અંગે તંત્રએ કોઈ પગલાં લીધા નથી.

અન્ય સમાચારો પણ છે...