તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CM ને રજૂઆત:પેથાપુર પાલિકાના કર્મીઓની હેરાનગતિ થતી હોવાની રજૂઆત

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય દ્વારા CM ને રજૂઆત

ગાંધીનગર મનપા વિસ્તારમાં સમાવાયેલા પેથાપુર નગરપાલિકાના કર્મચારીઓને અન્યાય મુદ્દે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરાઈ છે.

તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય અલ્કેશ બળદેવભાઈ પરમારે આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં તેઓએ લખ્યું છે કે મનપામાં સમાવાયેલ પેથાપુર પાલિકા અને 18 ગ્રામપંચાયતના કર્મચારીઓને કોર્પોરેશનમાં સમાવી લેવા મુખ્યમંત્રીએ સૂચનાઓ અપાયેલી છે. મ્યુનિસિપલ કમિશનરે જૂન-2020માં કર્મચારીઓને સેવા શરતે ફરજ બજાવતા હતા તે જ સેવા શરતે લેવાનું કહ્યું હતું. કર્મચારીઓને આઉટસોર્સિંગ એજન્સી દ્વારા પગાર ચુકવવામાં આવે છે. જેમાં ઘણા કર્મચારીઓને પગારમાં કાપ મુકવામાં આવ્યો છે.

પંચાયત-પાલિકાના હાલના કર્મચારીઓના સહકારથી વહીવટી કામગીરી ચલાવવાની હોવા છતાં બિનઅધિકૃત રીતે મૌખિત આદેશો કરીને કર્મચારીઓને અન્ય જગ્યાઓ લઈ કામગીરી લેવાતી હોવાની રજૂઆત કરાઈ છે. પેથાપુરના કર્મચારીઓને બહાર લઈ જવાતા ત્યાંની વહીવટી કામગીરી ખોરંભે પડી રહી છે. જેથી પેથાપુર પાલિકાના કર્મચારીઓને બીજે કામગીરી ન સોંપવા અને કામગીરી સોંપાય તો લેખિત આદેશ કરવા રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...