તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:મહુન્દ્રામાં સરકારી ગ્રાન્ટોનો અયોગ્ય ઉપયોગ અંગે ગ્રામજનોની રજૂઆત

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેટલ કામ, પેવર કામ, પાણીનો હવાડો સહિતનાં કામો થયાં નથી
  • ગ્રામજનોએ ક્લેક્ટર, ડીડીઓને લેખિત રજૂઆત કરી

સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવામાં નહી આવ્યો હોવાના આક્ષેપ સાથે મહુન્દ્રા ગ્રામજનોએ કલેક્ટર, ડીડીઓ સહિતને લેખિત ફરિયાદ કરી છે. પેવર બ્લોક, મેટલ કામ, એલઇડી લાઇટ, પશુઓને પીવાના પાણીનો હવાડો સહિતના કામો યોગ્ય રીતે થયા નથી. આથી તેની ખાતાકિય તેમજ સ્થળ તપાસ કરીને યોગ્ય પગલાં લેવાની માંગ ગ્રામજનોએ કરી છે.

ગામડાઓના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. યોજનાઓ થકી જરૂરી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે. પરંતુ ગ્રાન્ટનો વિકાસના કામોમાં યોગ્ય રીતે વાપરવામાં નહી આવતા સરકારી યોજનાઓને ગામના લોકોને તેનો લાભ મળતો નથી. આવી જ સ્થિતિ રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના મહુન્દ્રા ગામની બની રહી છે. ગામમાં ગત તારીખ 15મી, નવેમ્બર-2019માં 15 ફુટ પહોળાઇ અને 4 ફુટ પુરાણ સાથે મેટલ કામ ઇશ્વરભાઇ રાવળના બોરથી સોમાભાઇ રબારીના ખેતર સુધી તેમજ બીજી ગ્રાન્ટનું કામ પ્રવિણભાઇ પટેલના ખેતરથી નટુભાઇ પટેલના ખેતર સુધીનું હતું. પરંતુ તે કામ હાલમાં અધુરૂ હોવાનું આરટીઆઇની માહિતીમાં બહાર આવ્યું છે. ઢોરને પીવાના પાણી માટે હવાડો બનાવવા માટે ગત તારીખ 3જી, ઓગસ્ટ-2019 ગ્રાન્ટ ફાળવી હતી. પરંતુ પાણી માટેનો હવાડો બનાવ્યો જ નથી. ગત તારીખ 3જી, ઓક્ટોબર-2017 તેમજ ગત તારીખ 16મી, સપ્ટેમ્બર-2017ની ગ્રાન્ટમાંથી ટુકડે ટુકડે આરસીસીનું કામ કરવાનું હતું. પરંતુ તારીખ 8મી, જાન્યુઆરી-2020માં નામ બદલીને આરસીસી કામ કર્યું છે. જેની તપાસની માંગ ગ્રામજનોએ કરી છે. ઉપરાંત ગત તારીખ 26મી, મે-2019ની ગ્રાન્ટમાંથી ઇન્દિરાનગર જોગણી માતાજીના મંદિરે પેવર બ્લોકની કામગીરીની તપાસ કરવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...