માંગણી:ગાય અંગેના કાયદા બાબતે માલધારી સમાજની કલેક્ટર સમક્ષ રજૂઆત

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 દિવસમાં નિર્ણય નહી લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

મહાનગર પાલિકામાં ગૌમાતાઓ અને પશુઓ માટે કાયમી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા જમીન ફાળવવી. રખડતા નંદી માટે નંદી હોસ્ટેલની સુવિધા કરવી તેમજ ગૌહત્યાને રોકવા દરેક જિલ્લાઓમાં ગૌશાળાઓ બનાવવી સહિતની માંગણીઓ સાથે માલધારી સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જોકે મુખ્યમંત્રીએ માલધારી સમાજને પંદર દિવસનો સમય માંગ્યો છે. ગાય અને ગોવાળ વિરોધી કાયદો રદ કરવાની માંગણી સાથે માલધારી સમાજે ધરણાં કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.

માલધારી સમાજની માંગણીઓમાં ગૌચર ભૂમિ નષ્ટ થઇ છે તેને સુપ્રીમકોર્ડના જજમેન્ટ પ્રમાણે 100 ઢોરે 40 એકર જમીન નીમ કરવાની માંગણી કરી છે. પશુઓને રાખવા માટેના વાડાઓ પશુપાલકોના નામે કરવા. પશુપાલનનો ધંધો ખેતી આધારીત હોવાથી પશુપાલકોને પાંચ એકર જમીન ખેતી માટે ખરીદી શકે તેવી કાયદામાં જોગવાઇ કરવી. સહકારી ક્ષેત્રમાં ગોપાલક મંડળીઓને તેમના મતનો અધિકાર જે પહેલાં હતો તે પ્રમાણ આપવો જોઇએ. ગોપાલક વિકાસ નિગમ, ઘેટા ઉન વિકાસ નિગમને સબસીડી સાથે 100 કરોડ રૂપિયા ફાળવવામાં આવે તેવી માંગણી ગોપાલક સમાજે કરી છે.

રાજસ્થાન સરકાર એક લીટર દૂધ ઉપર સરકારી સબસીડી રૂપિયા 5 આપવામાં આવે છે તે રીતે ગુજરાતમાં પણ પશુપાલકોને દૂધમાં રૂપિયા 5ની સબસીડી આપવામાં આવે તેવી માંગણી કરી છે. માલધારીઓની માંગણીઓના આધારે મુખ્યમંત્રીએ 15 દિવસનો સમય આપવા જણાવ્યું છે. આથી જો આગામી 15 દિવસમાં ગાય અને ગોવાળોના હિતમાં કોઇ જ નિર્ણય લેવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ગુજરાત માલધારી મહાપંચાયતે ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...