તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:ગાંધીનગરમાં વધતા જતા સંક્રમણના વચ્ચે ખાનગી લેબોરેટરીમાં RT PCRના રિપોર્ટનો સમયગાળો 48 કલાક કરાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અત્યાર સુધીમાં RTPCR ટેસ્ટનો રિપોર્ટ 24 કલાકની અંદર આપી દેવામાં આવતો હતો
 • ખાનગી લેબોરેટરીમાં RT PCR ટેસ્ટ કરાવવા માટે લાંબી લાઈનો
 • લોકોનો ધસારો વધતા કોરોના રિપોર્ટનો સમયગાળો વધારાયો

સમગ્ર ગુજરાત સહિત ગાંધીનગર જિલ્લામાં પણ કોરોના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં કોરોનાનો આંકડો 9000ની ઉપર પહોંચી જવા પામ્યો છે. કોરોના સ્ફોટક રીતે વધવા લાગતા ગાંધીનગરમાં આવેલી ખાનગી લેબોરેટરીમાં RT PCR ટેસ્ટ કરાવવા માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં RTPCR ટેસ્ટનો રિપોર્ટ 24 કલાકની અંદર આપી દેવામાં આવતો હતો જોકે કોરોનાએ કાળો કેર વર્તાવતા હવે મોટી સંખ્યામાં લોકોનો ધસારો વધી જતા ખાનગી લેબોરેટરીઓ દ્વારા કોરોના રિપોર્ટનો સમયગાળો 48 કલાક કરી દેવામાં આવ્યો છે.

લોકોનો ધસારો વધતા કોરોના રિપોર્ટનો સમયગાળો વધારાયો
લોકોનો ધસારો વધતા કોરોના રિપોર્ટનો સમયગાળો વધારાયો

ગાંધીનગરમાં પોઝિટિવ કેસનો આંકડો દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. જિલ્લામાં કોરોનાના નહિવત કેસ રહ્યા હતા, ત્યારે એકદમ કોરોનાએ ગતિ પકડી લેતા હવે નાગરિકોમાં ફફડાટ પેસી ગયો છે. કોરોનાની બીજી લહેરમાં કેસોની સંખ્યા વધવા લાગી છે, ત્યારે ગાંધીનગરની ખાનગી હોસ્પિટલો પણ હાઉસફુલ થઈ જવા પામી છે. નવી લહેરના કારણે આરોગ્ય તંત્ર પણ દોડતું થઇ ગયું છે. જેના ભાગરૂપે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ માં 6 ,7 અને 8 માળ સુધી કોવિડ દર્દીઓ ઉભરાવા લાગ્યા છે.

અત્યાર સુધી ખાનગી લેબોરેટરીઓમા રોજના 30 થી 40 જેટલા લોકો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા માટે આવતા હતા, ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનો ફફડાટ વ્યાપી જતા હવે ગાંધીનગરની લેબોરેટરીઓમાં રોજના દોઢસોથી વધુ નાગરિકો ટેસ્ટિંગ કરવા માટે દોડતા થઈ ગયા છે.

આ અંગે ગાંધીનગરની ખાનગી લેબોરેટરીના સંચાલકે જણાવ્યું હતું કે ગાંધીનગરમાં કોરોના સંક્રમણ વધવાથી RT PCR ટેસ્ટ કરવા માટે દરરોજ દોઢસો જેટલા લોકો આવી રહ્યા છે પહેલા 24 કલાકની અંદર આ રિપોર્ટ આપી દેવામાં આવતો હતો, પરંતુ અચાનક ટેસ્ટિંગમાં વધારો થતાં હવે આ રિપોર્ટ માટે 48 કલાક જેટલો સમય કરી દેવામાં આવ્યો છે.

અચાનક ટેસ્ટિંગમાં વધારો થતાં હવે આ રિપોર્ટ માટે 48 કલાક જેટલો સમય કરી દેવામાં આવ્યો
અચાનક ટેસ્ટિંગમાં વધારો થતાં હવે આ રિપોર્ટ માટે 48 કલાક જેટલો સમય કરી દેવામાં આવ્યો

લેબોરેટરીમાં પણ RT PCR ટેસ્ટિંગ કરવા માટે દરરોજ 80 જેટલા લોકોની જ મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. જેમાં વિદેશ જનાર અને ઉંમરલાયક વડીલોના આરટી પીસીઆર કરવા માટે પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું છે. સામાન્ય રીતે નવયુવાન વર્ગ આ ટેસ્ટ કરાવવા માટે વધુને વધુ આવી રહ્યા છે, તેમ વધુમાં તેમણે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં કોરોનાથી નાગરિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે, ત્યારે ખાનગી લેબોરેટરીઓ દ્વારા ટેસ્ટિંગના રિપોર્ટની સમય મર્યાદા 48 કલાક કરી દેવામાં આવતા નાગરિકો મૂંઝવણમાં મુકાઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો