તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં ધરખમ ફેરફાર:GAS કેડરના 79 અધિકારીની બદલી; અમદાવાદના નવા RTO તરીકે R.S દેસાઈ, અધિક કલેક્ટર તરીકે પી.બી. પંડ્યાની નિમણૂક કરાઈ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ગાંધીનગર SPનાં પત્ની આર.ડી.સિંઘ અધિક કલેક્ટર બન્યાં

રાજ્યમાં મોટા ભાગના જિલ્લામાં કલેક્ટર-ડીડીઓની બદલી બાદ હવે રાજ્ય સરકારે અધિક કલેક્ટર કક્ષાના ગેસ કેડરના 79 અધિકારીની બદલીના આદેશ કર્યા છે. ડિસેમ્બરમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી છે અને વિધાનસભા ચૂંટણી પહેલા આ ચૂંટણી મહત્ત્વની હોવાથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓના નિયામકોની મોટા પાયે ફેરબદલ કરાઈ છે.

કોની કોની બદલી કરવામાં આવી?
સરકારે ચાર દિવસ પહેલાં અધિક કલેક્ટર કક્ષાના 30 અધિકારીને તે જ જગ્યાએ સિલેક્શન ગ્રેડમાં બઢતી આપ્યા બાદ હવે બદલીના આદેશ કર્યા છે. અમદાવાદ આરટીઓ બી. વી. લિમ્બાચિયાની બદલી કરી તેમને ગીર સોમનાથના નિવાસી અધિક કલેક્ટર બનાવી તેમની જગ્યાએ ગાંધીનગર મહેસૂલ વિભાગના આર. એસ. દેસાઈને મૂક્યા છે. અમદાવાદના નિવાસી અધિક કલેક્ટર એચ. એમ. વોરાની બદલી કરી વાહન વ્યવહાર કમિશનર કચેરીમાં ઓએસડી બનાવાયા છે. રાજકોટના નિવાસી અધિક કલેક્ટર પી. બી. પંડ્યાને અમદાવાદ નિવાસી અધિક કલેક્ટર તરીકે મૂક્યા છે. મેરિટાઇમ બોર્ડમાં ખાસ જમીન સંપાદન અધિકારી તરીકે ફરજ બજાવતા ગાંધીનગર એસપી મયૂર ચાવડાનાં પત્ની આર.ડી.સિંઘને ગાંધીનગરના નિવાસી અધિક કલેક્ટરની નિમણૂક આપી છે. આ સિવાય સિંગલ ઓર્ડર દ્વારા એડિશનલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ સી. એમ. ત્રિવેદીની વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના પર્સનલ સેક્રેટરી તરીકે નિમણૂક કરાઈ છે.

IPS અધિકારીઓની બદલીઓ ટૂંક સમયમાં
કોરોના સંક્રમણ હળવું થતા રાજ્ય સરકારે સચિવોથી લઈ કલેક્ટર-ડીડીઓની બદલી બાદ અધિક કલેક્ટરોની બદલીના રાઉન્ડ સાથે વહીવટી તંત્રમાં ફેરફારો કર્યા છે. ટૂંક સમયમાં આઈપીએસ અધિકારીની બદલીઓ તોળાઈ રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓથી લઈને મોટા ભાગના જિલ્લાઓના પોલીસ વડા પણ બદલાશે.

અન્ય સમાચારો પણ છે...