વિવાદ:માસ પ્રમોશન મેળવેલા સામાન્ય વિદ્યાર્થીઓ માટે વર્ગની વ્યવસ્થાના અભાવને કારણે રિપીટરોની પરીક્ષા લેવાશે

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની 15 જુલાઈએ પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે.
  • પરીક્ષા લેવાના નિર્ણય સામે વાલીમંડળ કોર્ટના દ્વાર ખખડાવશે.

રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ રદ કરીને રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યુ હતું. હવે 15 જુલાઈએ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં માસ પ્રમોશન મેળવેલા સામાન્ય વિદ્યાર્થીઓ માટેના વર્ગોની વ્યવસ્થા નથી થઈ શકી તેની સાથે રિપીટર્સ માટેના વર્ગોની વ્યવસ્થા કેવી રીતે થઈ શકે? જેથી હવે સરકારે પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.

વધારાના વર્ગની વ્યવસ્થા વિભાગ માટે પડકારજનક
ધોરણ 10ના 8.50 લાખ તથા ધોરણ 12ના 4.50 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પરંતુ ધોરણ 10 અને 12ના ખાનગી તથા રિપીટર વિદ્યાર્થીઓની ફરજિયાત પરીક્ષા લેવાશે. સામાન્ય વર્ષમાં સામાન્ય વર્ષમાં ધોરણ 10 બાદ 11 માં પ્રવેશ માટે 6 લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય તેવી વ્યવસ્થા છે પરંતુ આ વર્ષે માસ પ્રમક્ષણના કારણે 2.50 લાખ જેટલા વધુ વિદ્યાર્થીઓના વર્ગ માટે પણ વ્યવસ્થા કરવી એ સૌથી મોટો પડકાર છે.

અમદાવાદમાં રિપીટર વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીએ પરીક્ષાનો વિરોધ કર્યો હતો.
અમદાવાદમાં રિપીટર વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીએ પરીક્ષાનો વિરોધ કર્યો હતો.

વાલી મંડળ પરીક્ષાના નિર્ણયને કોર્ટમાં પડકારશે
શિક્ષણ વિભાગે રેગ્યુલર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની જ ચિંતા કરીને તેમને પાસ કર્યા પરંતુ રિપીટર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની કોઈ ચિંતા ના કરી અને પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. આ અંગે ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે સરકારને માત્ર રેગ્યુલર વિહ્યાર્થીઓની જ ચિંતા છે. કેટલાક વિદ્યાર્થીઓ 18 વર્ષથી નીચેની વયના છે. તેઓ પરિક્ષા આપવા જતા સંક્રમિત થાય તો જવાબદારી કોની?પરીક્ષાના નિર્ણય સામે વાલી મંડળ આવનાર દિવસોમાં કોર્ટમાં જશે.

અમદાવાદમાં વિદ્યાર્થીઓ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું
તાજેતરમાં 25થી વધુ વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં અને બેનરો તથા સ્લોગનો સાથે ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે લાખો રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તો અમને પણ આપો. જો રેગ્યુલર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાઈ શકે તો અમારા હિતમાં કેમ નહીં. શું અમને કોરોના નહીં થાય? અમને માસ પ્રમોશન આપો અથવા તો ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરો.અમે પણ વિદ્યાર્થી જ છે.હાલની પરિસ્થિતિમાં ઑફલાઈન પરીક્ષા ના યોજવી જોઈએ. અમે પરીક્ષાનો વિરોધ નથી કરી રહ્યાં.આમરી ઓનલાઇન પરીક્ષા યોજાય તો અમે આપવા તૈયાર છીએ. સરકાર રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે નિર્ણય કરે છે તો રિપીટર્સ માટે પણ નિર્ણય લેવો જોઈએ.

માસ પ્રમોશન મેળવેલા રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે વર્ગની વ્યવસ્થા નથી થઈ
માસ પ્રમોશન મેળવેલા રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે વર્ગની વ્યવસ્થા નથી થઈ

રિપીટર્સની પરીક્ષા 15 જુલાઈએ યોજાશે
ગુજરાતમાં ધોરણ 10 અને 12ના નિયમિત, રિપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની બોર્ડની જાહેર પરીક્ષા પહેલી જુલાઈના રોજ લેવાનો નિર્ણય સરકારે કર્યો હતો. પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાઓ મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના રિપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા આગામી 15 જુલાઈના રોજ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. સ્કૂલોના આચાર્યોએ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરવાની રહેશે. એમ શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...