શિક્ષણ વિભાગ દ્વારા લોઅર પ્રાયમરીમાંથી અપર પ્રાયમરીમાં જવા ઇચ્છતા શિક્ષકોએ ટેટ-2 પરીક્ષા ફરજિયાત પાસ કરવાનો નિયમ બનાવ્યો છે. આથી શિક્ષકોમાં રોષ છે. જ્યારે બીજી તરફ છેલ્લા ઘણાં સમયથી ટેટ-2ની પરીક્ષા લેવામાં નહી આવતા લાભથી શિક્ષકો વિંચત રહ્યાનો શિક્ષકોએ આક્ષેપ કર્યો છે.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોને વિકલ્પ આપવામાં આવે છે. તેમાં લોઅર પ્રાયમરીમાંથી અપર પ્રાયમરીમાં જવા ઇચ્છતા શિક્ષકોને વિકલ્પ આપ્યો છે. જોકે તેના માટે શિક્ષણ વિભાગે ટેટ-2 પરીક્ષા ફરજિયાત પાસ થવાનો નિયમ બનાવ્યો છે. જોકે રાજ્યના શિક્ષણ વિભાગે તાજેતરમાં પ્રસિદ્ધ કરેલા બદલીના નવા નિયમોમાં ઉલ્લેખ કર્યો છે.
આથી શિક્ષકોમાં રોષ ઉઠવા પામ્યો છે. ત્યારે આવા નિયમમાં ફેરફાર કરવાની માંગણી શિક્ષકોમાં ઉઠી છે. જ્યારે બીજી તરફ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા ઘણાં સમયથી ટેટ-2ની પરીક્ષા જ લેવામાં આવી નથી. ત્યારે લોઅર પ્રાયમરીમાંથી અપર પ્રાયમરીમાં જવા માંગતા શિક્ષકો માટે નવા નિયમોથી શિક્ષકોને મળવાપાત્ર લાભથી જ વંચિત રહેવા પામ્યા હોવાનો આક્ષેપો શિક્ષકોમાં થઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.