રાહત:કમોસમી વરસાદથી રવી પાકને નુકસાન નહીં થતાં ખેડૂતને રાહત

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં હાલમાં 64,407 હેક્ટરમાં વાવેતર કરાયું હતું

માત્ર 6 મીમીના કમોસમીવરસાદ થતાં ઘઉં, ચણા, રાઇ, શાકભાજી સહિતના પાકને નુકસાન નહીં થતાં ધરતીપૂત્રોએ રાહતનો દમ લીધો હતો. જો કે, યોગ્ય માત્રામાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા ખેડૂતોને સૂચના અપાઈ છે.જિલ્લામાં હાલમાં 64,407 હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે. માવઠાથી રવિ પાકને નુકશાન અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.પી.જાદવે જણાવ્યું કે, હાલમાં વાનસ્પિત વૃદ્ધની અવસ્થામાં રવિ સીઝનના પાકની છે. જ્યારે પાક કાપણી અવસ્થામાં હોય અને જો વરસાદ થાય તો જ નુકસાન થાય. પરંતુ શાકભાજીના પાકને કોઇ જ નુકસાન થયું નથી.

દહેગામ યાર્ડમાં મગફળીની ખરીદી બંધ
જિલ્લા પુરવઠા અધિકારી નિરૂપાબેન ગઢવીએ જણાવ્યું છે કે દહેગામ તાલુકામાં ખેડુતો વધારે અને માર્કેટયાર્ડની જગ્યા નાની હોવાથી ઉપરાંત પાણી ભરાતું હોવાથી બે દિવસ ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રાખી છે. જ્યારે માણસામાં તમામ ખેડુતોની ખરીદી પૂર્ણ થતાં બંધ કરી છે. જ્યારે ગાંધીનગરમાં વેરહાઉસનું ગોડાઉન મોટું હોવાથી ત્યાં ખરીદી ચાલુ રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...