તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ગાંધીનગર જિલ્લામાં આજે એકપણ કોરોનાનો કેસ ન નોધાતાં રાહત, આજે ચાર હજારથી વધુ લોકોને રસી અપાઇ

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધી 5 લાખથી વધુ લોકોનું રસીકરણ થયું

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તાર આજે પણ એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. તેમજ એકપણ વ્યક્તિનું મૃત્યૃ થયું નથી. આજે જિલ્લામાં કુલ 4 હજાર 791 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુઘીમાં જિલ્લામાં 5 લાખથી વધુ લોકોને કોવિડની રસી આપવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં દાખલ દર્દીઓ 56 છે. તેમજ ડિસ્ચાર્જ 9 હજાર 644 દર્દીઓને કરવામાં આવ્યા છે. તેમજ 200 વ્યક્તિઓ હોમ કવોરોન્ટાઇલ છે. કોરોનાને નાથવા માટે ગાંધીનગર જિલ્લા કલેકટર ડો.કુલદીપ આર્ય અને જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌતમના માર્ગદર્શન હેઠળ આરોગ્ય તંત્રના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનુભાઇ સોલંકી અને તેમની ટીમ દ્વારા કોરોનાની રસીકરણ સુચારું રીતે થઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કુલ 5 લાખ 33 હજાર 101 વ્યક્તિઓને કોવિડની રસી આપવામાં આવી છે. જેમાં 4 લાખ 18 હજાર 545 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 1 લાખ 14 હજાર 556 વ્યકતિઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...