કોરોના અપડેટ:ગાંધીનગરમાં 51, ગ્રામ્ય વિસ્તારમાંથી 30 સહિત કોરોનાના 81 કેસ નોંધાતાં રાહત

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સેક્ટર-24 શાકમાર્કેટમાં ભીડ ચિંતાજનક સ્થિતિ લાવશે - Divya Bhaskar
સેક્ટર-24 શાકમાર્કેટમાં ભીડ ચિંતાજનક સ્થિતિ લાવશે
  • 3 વર્ષના બાળકથી લઇને 80 વર્ષના વૃદ્ધ કોરોનાની ઝપટમાં આવ્યા : કુલ 23 વિદ્યાર્થી સંક્રમિત, સરગાસણમાં સૌથી વધુ 14
  • મનપા વિસ્તારના સંક્રમિતોમાં પોરના યુવાન અને સરગાસણની મહિલાએ રસી લીધી નથી. માત્ર 24 કલાકમાં જ જિલ્લામાં કોરોનામાં 50 કેસનો ઘટાડો

શનિવારે ગાંધીનગર શહેરમાંથી 51 અને ગ્રામ્ય વિસ્તારમાંથી 30 કેસ નોંધાતા એકંદરે રાહત થઈ છે.જોકે જિલ્લામાં શુક્રવારે નોંધાયેલા 132 કેસની સામે શનિવારે જિલ્લામાં કોરોનાના કેસમાં 51નો ઘટાડો નોંધાયો છે. જ્યારે તેની સરખામણીએ 31 લોકોએ કોરોનાના હરાવવામાં સફળ રહ્યા છે. જોકે સંક્રમિત વ્યક્તિઓમાંથી મનપા વિસ્તારમાં સેક્ટર-9માં બે વ્યક્તિઓ ઝિમ્બાવવેથી આવેલા ફોરન્સીક સાયન્સ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે. મનપા વિસ્તારમાંથી સંક્રમિતો પોરનો યુવાન અને સરગાસણની મહિલાએ રસી લીધી નથી.

જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી નોંધાયેલા 30 કેસમાંથી એક ફેસેલીટી આઇસોલેશન સેન્ટરમાં જ્યારે બે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. જોકે મનપા વિસ્તારના 51 કેસમાંથી એકપણ હોસ્પિટલમાં દાખલ નથી. આથી જિલ્લાના કુલ 81માંથી 78 દર્દીઓ હોમ આઇસોલેશન સારવાર પસંદ કરી છે. જ્યારે 23 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોનાની ઝપટમાં મનપા વિસ્તાર 6 વર્ષની બાળકી અને 3 વર્ષનો બાળક આવતા તેમની સારવાર ચાલુ કરાઈ છે.

મનપા વિસ્તારમાંથી 38 યુવાન સહિત 51 લોકો સંક્રમિત : સાવચેતી જરૂરી
મનપા વિસ્તારમાંથી નવા 51 કેસમાં 38 યુવાનો, બે કિશોર, બે બાળકો, પાંચ આધેડ, ત્રણ વૃદ્ધ છે. તેમાં સરગાસણમાંથી 14, કુડાસણમાંથી 4, પેથાપુરમાંથી 3, આઇઆઇટીમાંથી 3, બોરીજ, વાવોલ અને પોરમાંથી 1-1-1 કેસ નોંધાયો છે. સેક્ટરોમાં સેક્ટર-2માંથી 4, સેક્ટર-3માંથી 3, સેક્ટર-19માંથી 2, સેક્ટર-9માંથી 2, સેક્ટર-4માંથી 2, સેક્ટર-8માંથી 2, સે-1, સે-ર-12, સેક્ટર-27, સેક્ટર-14, સે-2માંથી1-1 કેસ છે.

ગાંધીનગરમાંથી 11, કલોલમાંથી 17 કેસ, માણસા-દહેગામમાંથી 1-1 કેસ
જિલ્લાના કુલ-30 કેસમાં 18 બાળકો, 3 કિશોરો, 4 આધેડ અને 5 વૃદ્ધ વયના છે. સૌથી વધુ કેસ કલોલથી 17 નોંધાયા છે. ગાંધીનગર તાલુકામાંથી 11 કેસમાં છાલામાંથી ચાર, અડાલજમાંથી ચાર, દંતાલીમાંથી એક, આલમપુર બીએસએફ અને લેકાવાડાના સીઆરપીએફ જવાન,કલોલના 17 કેસમાં જાસપુર અદાણી શાંતિગ્રામમાંથી છ, બોરીસણામાંથી બે, ખાત્રજમાંથી 1, મોટી ભોંયણમાંથી 1 અને કલોલથી 7 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...