તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પૈસા ઉઘરાણી માટે ફાયનાન્સરનો રાંદેસણથી અપહરણ બાદ છૂટકારો

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસમાં અરજી થઈ હોવાનું કહીં ઉઠાવી ગયા, બાકી પૈસાના લખાણો, કોરા ચેક લઈ લેવાયા
  • 2 શખ્સ સામે ફરિયાદ, અન્ય 2 કોણ તેની શોધખોળ કરાઈ

પૈસાની ઉઘરાણી માટે ફાઈનાન્સરનું રાંદેસણથી અપહરણ કરીને વડોદરા લઈ જવાતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વડોદારની ફાઈનાન્સ કંપની પર છેતરપીંડીનો કેસ થતાં 50 લાખનું નુકસાન થયું હતું. જે માટે ફરિયાદીને જવાબદાર ગણી તેની પાસેથી છેલ્લા પાંચ વર્ષથી પૈસાની ઉઘરાણી થઈ રહી છે. જે માટે ફાઈનાન્સરે અન્ય સ્થળેથી પણ થોડા પૈસા લઈ ચૂકવ્યા હતા. આ બધી બાબતે ચાલતી માથાકુટો વચ્ચે ગાંધીનગરથી તેમનું અપહરણ કરીને વડોદરા લઈ જવાયા હતા.

મૂળ જૂનાગઢના નરેન્દ્રભાઈ કાનજીભાઈ મકવાણા (43 વર્ષ)એ આ અંગે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેઓ હાલ રાજકોટમાં રોયલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ સોલ્યુશન નામની પેઢી ધરાવે છે, જેની એક બ્રાંચ ગાંધીનગર શરૂ કરવા માટે તેમણે ઓફીસ ભાડે લીધી હતી. જે માટે તેઓ છેલ્લા કેટલાક સમયથી રાંદેસણ કસારીયો ફ્લેટ ખાતે ભાડેથી રહે છે. પરિવારમાં તેમને 19 વર્ષનો પુત્ર અને 14 વર્ષની પુત્રી છે જે હાલ વતન ખાતે રહે છે. ફરિયાદ મુજબ તેઓ 2015-16માં વડોદરાના જેતલપાુરા ખાતે આવેલ સત્વમ ફાઈનાન્સ ખાતે એજન્ટ તરીકે નોકરી કરતાં હતા. 2016માં જુનાગઢ ખાતે કંપની મેનેજિંગ ડિરેક્ટર રીધ્ધી રાજેશ ગાંધી ડિરેક્ટર રાજેશ ઈશ્વર ગાંધી, સીઈઓ જાવેદ યાકુબ જમાદાર અને નરેન્દ્રભાઈ સામે ફરિયાદ દાખલ થઈ હતી. કંપની બંધ થઈ જતા 50 લાખનું નુકસાન થયું હતું. જે માટે જાવેદે નરેન્દ્રભાઈ પર શંકા વ્યક્ત કરીને 21 લાખની માંગણી કરી હતી. જે બાદ પૈસાની ઉઘરાણી માટે નરેન્દ્રભાઈ પાસે દોઢ વર્ષથી વડોદરા અલ્કાપુરીની કર્મા ફાઈનાન્સમાં નોકરી કરાવાઈ હતી. જેના માલિક શાંતિલાલ ભગત પાસેથી નરેન્દ્રભાઈએ સાડા બાર લાખ રૂપિયા ઉછીના લઈને રિધ્ધી અને જાવેદના ખાતામાં જમા કરાવ્યા હતા.

પોલીસમાં અરજીનું કહીંને કારમાં ઉઠાવી ગયા
1 ફેબ્રુઆરીના રોજ નરેન્દ્રભાઈ રાંદેસણ ફ્લેટ ખાતે હાજર હતા. ત્યારે બે વાગ્યના સુમારે જાવેદ, જયેશ ઉર્ફે આશીષ ચૌહાણ તથા અન્ય બે શખ્સો આવ્યા હતા. વડોદરા જે. પી. રોડ પોલીસ સ્ટેશનમાં તમારા વિરૂદ્ધ અરજી થઈ છે કહીં એક કાગળ બતાવી ઘર ચેક કરવા લાગ્યા હતા. જે મુદ્દે ઝપાઝપી થતાં જાવેદે તેમને લાફો મારી મોતની ધમકી આપીને પાકીટ, ફોન લઈ લીધા હતા. 4 શખ્સો તેમને કારમાં બેસાડીને વડોદરા લઈ ગયા જઈને તેમની પાસેથી અલગ-અલગ સ્થળે 2.65 લાખની ઉઘરાણી કરી હતી.

વડોદરાના પોલીસ સ્ટેશનમાં લઈ જઈને સમજી લેવા કહેવાયું!
વડોદરામાં તેઓ પાસે શાંતિલાલ ભગત સાડા બાર લાખ માંગતા હોવાનું લખાણ લેવાયું હતું. જે બાદ 3 ફેબ્રુઆરીના રોજ તેમને વડોદરાના જે. પી. રોડ પોલીસ સ્ટેશનમાં લઈ જવાઈને એકબીજાને સમજી લેવા જણાવ્યું હતું. 4 ફેબ્રુઆરીના રોજ જયેશે 11 લાખનું નોટરી લખાણ લખાવ્યું હતું. તો જાવેદે પોતાનું તથા સત્વમ ફાઈનાન્સનું સમાધાનનું લખાણ લઈ લીધું હતું. 5 ફેબ્રુઆરીના રોજ આરોપીઓએ છોડી મુકતા ગભરાઈ ગયેલા નરેન્દ્રભાઈ રાજકોટ સ્થિત ઘરે જતા રહ્યાં હતા. નરેન્દ્રભાઈએ 13 ફેબ્રુઆરીની રાત્રે સમગ્ર મુદ્દે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં અપહરણ, ધાકધમકી અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

2019માં દીકરીનું પણ અપહણ કરીને 7 લાખ લીધા હતા!
ઓક્ટોબર-2019માં રીધ્ધી ગાંધી દ્વારા જાવેદે ફરિયદીની દીકરીને ફોન કરાવ્યો હતો, જેમાં નરેન્દ્રભાઈને બે દિવસ સુરતમાં રહેવાનું હોવાથી જાવેદ સાહેબ સાથે આવવાનું કહ્યું હતું. જે બાદ તેઓ તેમની દીકરીને ક્યાંક લઈ ગયા હતા અને નરેન્દ્રભાઈને તિલકવાડા ખાતે લઈ જઈ પૈસા આપી દીકરી છોડાવાની ધમકી આપી હતી. જેને પગલે નરેન્દ્રભાઈએ સાત લાખ રૂપિયા ટ્રાન્સફર કરતાં તેમની દીકરીને છુટકારો થયો હતો. જે મુદ્દે તેઓએ જૂનાગઢ પોલીસમાં અરજી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો